________________
૩૧૧
જયધવલામાં૧૮ આ ૧૪ અંગબાહ્ય ગ્રંથોની પ્રકીર્ણક એવી સામાન્ય સંજ્ઞા પણ આપવામાં આવી છે. ધવલા અને જયધવલામાં એ ૧૪ અંગબાહ્ય ગ્રંથને વિષય પશુ વિગતે આપવામાં આવ્યું છે. અને તેથી, એમ કહી શકાય કે વીરસેન આચાર્ય સમક્ષ એ સૂ હોવાનો સંભવ ખરે. અંગે વિષે તે તેઓ સ્પષ્ટ રીતે કહે જે છે કે એ ક્રમે કરી નષ્ટ થઈ ગયાં, પણ ઉક્ત અંગબાહ્ય વિષે એમણે એવી કશી જ નોંધ કરી નથી.
ઉક્ત બંને સચીઓને આધારે એમ કહી શકાય કે નીચેના ગ્રંથે ધવલાકારના સમય સુધીમાં અંગબાહ્ય તરીકે પ્રસિદ્ધ હતા.
૧. સામાયિક, ૨. ચતુર્વિશતિસ્તવ, ૩. વંદન, ૪. પ્રતિક્રમણ, ૫. કાયવ્સસર્ગ, ૬. પ્રત્યાખ્યાન, ૭. વેણુઈ, ૮. કિદિયમ્સ, ૯. દશવૈકાલિક, ૧૦. ઉત્તરાધ્યયન, ૧૧. દશા, ૧૨. કલ્પવ્યવહાર, ૧૩. નિશીથ, ૧૪. ઋષિભાષિત, ૧૫. કપાકમ્પિય, ૧૬. મહાક૫િય, ૧૭. પુંડરીય, ૧૮. મહાપુંડરીય.
આમાં પ્રથમના છ એ તે આવશ્યકમાં સમાવિષ્ટ છે. ૧૮ ધવલામાં પ્રથમનાં ૬ નામમાં અંતિમ બેનાં નામ જુદાં છે તેને કાયવ્યત્સર્ગ અને પ્રત્યાખ્યાનમાં જે નામાન્તર ગણીએ તો તે બે ઓછાં થાય. પણ તેને જે વિષય નિર્દિષ્ટ છે એ જોતાં એ નામાંતર ગણી શકાય એમ નથી. માટે તેને જુદાં જ ગણાવ્યાં છે. આમ સંખ્યાની દષ્ટિએ ૧૮ નામો ઉપલબ્ધ છે. છતાં તત્ત્વાર્થભાષ્ય ગતિ “આદિ શબ્દથી તેમને કેટલાં બીજા વિવક્ષિત છે તે જાણવાનું સાધન આપણી પાસે નથી. પણ એટલું તો કહી શકાય કે ધવલાકાર જે ચૌદ ઉલ્લેખ કરે છે તેથી તે એ સંખ્યા મોટી જ હોવી જોઈએ. કારણ, બારને ઉલ્લેખ કર્યા પછી “આદિ પદ દે છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે ધવલાની સૂચિ એ શ્વેતાંબર-દિગંબરની શ્રુતમાન્યતા જ્યાં સુધી અભિન્ન હતી અને બંનેના શ્રુતમાં વિવાદ ઊભો થયે ન હતો ત્યારની છે. એટલે એ સૂચિ કદાચ ઉમાસ્વાતિ પહેલાંની પણ હોઈ શકે.
નંદીસૂત્રમાં ઉત્કાલિકમાં નીચેના અંગબાહ્ય ગ્રંથ ગણાવ્યા છે–સૂત્ર ૮૩. ૧. દશવૈકાલિક
૫. પપાતિક ૨. કલ્પાકલ્પિક
૬. રાજકશ્રીય ૩. ચુલ્લકલ્પકૃત
૭. જીવાભિગમ ૪. મહાકલ્પશ્રુત
૮. પ્રજ્ઞાપના ૧૮. પૃ૦ ૧૨૨. ૧૯. નંદીસત્ર ૮૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org