________________
૩૦૮
જનતાના બધા વર્ગોમાં ફેલાવવા હતા, નહિ કે માત્ર ઉચ્ચ વર્ગ'માં. વેદો એ તે બ્રાહ્મણેાની સપત્તિ; એમાં ખાજાના ગજ ન વાગે—એ માન્યતાના વિરોધમાં જ્ઞાન એ બધાને સમાનભાવે સુલભ થવુ જોઈએ એવા ધેાષ ભગવાન મહાવીર અને ભગવાન મુદ્દન હતેા. વળી, જ્ઞાન માટે અમુક જ ભાષા વાહનરૂપે વપરાય અને તે પવિત્ર છે એવા ભ્રમ પણ તેમને નિવારવા હતા. એટલે અને અહિ તેએ તેમના ઉપદેશ લેાકભાષામાં પ્રથિત થાય એવા આગ્રહ રાખ્યા હતા. આથી ભગવાન મહાવીરને ઉપદેશ ગણુધરાએ તે કાળની પ્રાકૃત ભાષામાં પ્રથિત કર્યા. એ ભાષાનું નામ શાસ્ત્રમાં અર્ધમાગધી આપવામાં આવ્યુ છે. પાછળના વૈયાકરાએ માગધી અને અ`માગધી ભાષાનાં જે લક્ષણા ગણાવ્યાં છે તે લક્ષણા આપણી સામે વિદ્યમાન આગમામાં કવચિત્ જ મળે છે. એટલે પ્રાકૃત ભાષાની સામાન્ય પ્રકૃતિ પ્રમાણે એ ભાષા સદા પરિવતિત થતી રહી હશે એમ માનવાને કારણ છે. અને જે કારણે શાસ્ત્રોની ભાષા સંસ્કૃત નહિ પણ પ્રાકૃત રાખવામાં આવી હતી એટલે કે લોકભાષા સ્વીકારવામાં આવી હતી તે કારણે પણ લેભાષા જેમ જેમ અધ્યાય તેમ તેમ એ શાસ્ત્રાની ભાષા બદલાવી જોઈએ એ અનિવાય હતું. વળી, ભગવાન મહાવીરના સમયમાં મગધમાં વિસ્તાર પામેલે જૈનધમ ક્રમે કરી પશ્ચિમ અને દક્ષિણુ તરફ વિસ્તરતા ગયા એટલે લેાકભાષા પ્રાકૃતમાં તે તે દેશની લાકભાષાનું વલણુ દાખલ થાય એ સ્વાભાવિક છે. એટલે આજે મળતા આગમામાં અર્ધમાગધીનાં લક્ષણ્ણા વિશેષ રૂપે ન મળે તે તેમાં કાંઈ આશ્ચય નથી. જો વૈદિકાની જેમ જૈનેએ ભાષાનું મહત્ત્વ સ્થાપિત કર્યુ`' હાત તે આમ ન બનત, એ અહી આપણે નોંધવું જોઈએ. સપ્રદાયભેદે શ્વેતાંબરા અને દિગ - અરામાં પણ ભાષાભેદ દેખાય છે. દિગબરાના પ્રાકૃત ગ્રંથામાં શૌરસેની પ્રાકૃતભાષાને વિશેષ મહત્ત્વ અપાયું છે. સૌરાષ્ટ્રના ગિરિનગરમાં રહેનાર ધરસેન અને દક્ષિણાપથથી તેમની પાસે આવનાર ભૂતલિ-પુષ્પદ ત—એમાંના કાર્ટની પણ માતૃભાષા શૌરસેની હાવાનેા સંભવ નથી. છતાં પણ વિદ્યમાન ષટ્ખંડાગમ અને ત્યાર પછીના લગભગ બધા દિગંબર પરંપરાના ગ્રંથાની પછી ભલે તે તે ભારતના ગમે તે ભાગમાં ગમે તે કાળે રચાયા હોય છતાં પણ તે સૌની—ભાષા શૌરસેની પ્રાકૃત છે. આથી એક વસ્તુ ફલિત થાય છે કે ગિ અરાએ વૈાિની જેમ જે એક ભાષા સર્વપ્રથમ સ્વીકારી તેને સંબંધ મથુરા આસપાસના શૂરસેન પ્રદેશ સાથે છે. અને એવા પણ વધારે સભવ છે કે તેનુ પ્રસ્થાન શૂરસેન દેશથી દક્ષિણ તરફ્ થયું હશે અને તેઓ ત્યાંની શૌરસેની ભાષા સાથે લઈ ગયા હશે. પછી એ જ ભાષામાં સમગ્ર સાહિત્ય ક્રમે કરી નિર્માણ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org