________________
૮૧
છવાછવાભિગમની સામાન્ય રચના એવી છે કે તેમાં ક્રમે ક્રમે છવભેદનું નિરૂપણ અને તે ભેમાં તે તે જીવની સ્થિતિ, અંતર, અલ્પબદુત્વ આદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે સમગ્ર ગ્રંથ બે વિભાગમાં વહેંચાઈ જાય છે. પ્રથમ વિભાગમાં અજીવનું અને સંસારી જીવોના ભેદોનું અને બીજામાં સમગ્ર જીવોનું એટલે કે સંસારી અને સિદ્ધ એ બંનેને સમાવેશ થાય એવી રીતે ભેદનિરૂપણ છે. તે તે બે ભેદ, ત્રણ ભેદ ઇત્યાદિ દશ ભેદનું નિરૂપણ કરતી વખતે તેમાં સ્થિતિ વગેરે બાબતેનું કથન કરવામાં આવ્યું છે. પરંતુ પ્રજ્ઞાપનામાં પણ મુખ્ય વિષય તે જ છતાં તેમાં નિરૂપણપદ્ધતિ જુદી છે. તેમાં તે ગ્રંથને ૩૬ પદોમાં વિભક્ત કરવામાં આવ્યો છે, અને ભેદનિરૂપણ માત્ર પ્રથમ પદમાં કરવામાં આવ્યું છે. એટલે કે જીવ–અજીવની જે ભેદ-પ્રભેદો છે તેનું સમગ્રભાવે ચિત્ર પ્રથમ પ્રજ્ઞાપનાપદમાં મળી રહે છે. ત્યાર પછીનાં પદોમાં જીવનાં
સ્થાન અલ્પબહુત, સ્થિતિ ઇત્યાદિ અનેક વિષયોને ક્રમે વિચાર છે. સારાંશ કે તે તે છવભેદની સ્થિતિ આદિને વિચાર તે તે છવભેદના વર્ણન પ્રસંગે આપણે છવાવાભિગમમાં જાણી શકીએ; પણ પ્રજ્ઞાપનામાં તો તે તે પદમાં બધા જ જીવોની સ્થિતિ આદિ વિષયોને એકત્ર પરિચય પ્રાપ્ત કરીએ છીએ. વળી, જે અનેક વિષયની ચર્ચા પ્રજ્ઞાપનાનાં શેષ ૩૫ (૨ થી ૩૬) પદોમાં છે, તે સર્વ વિષયોની ચર્ચા છવાછવાભિગમમાં નથી–આમ નિરૂપણપદ્ધતિને ભેદ બનેમાં છે જ; ઉપરાંત, પ્રજ્ઞાપનામાં વસ્તુવિચારનું પણ આધિક્ય છે.
આ ઉપરથી સહેજે એમ માનવા મન થાય છે કે છવાછવાભિગમની રચના પ્રજ્ઞાપનાથી પૂર્વે કદાચ થઈ હશે. અને તેમાં પ્રજ્ઞાપનાનો ઉલ્લેખ અંગમાં એટલે કે ભગવતીમાં કરવામાં આવ્યો છે, તેમ સંક્ષેપ ખાતર કરવામાં આવ્યો હશે.
વળી, જેમ અંગ ગ્રંથમાં પ્રારંભમાં મંગળ નથી દેખાતું તેમ પ્રસ્તુત છવાછવાભિગમમાં પણ મંગળ કરવામાં આવ્યું નથી, પણ માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે જિનમત, જિનાનુમત...જિનદેશિત...જિનપ્રશસ્તનું અનુચિંતન કરીને તેમાં શ્રદ્ધા ધરાવીને સ્થવિર ભગવંતએ આ જીવાજીવાભિગમ નામના અધ્યયનની પ્રજ્ઞાપના કરી છે. ગ્રંથપ્રારંભની આ પદ્ધતિ અંગરચનાનું અનુકરણ છે. તેમાં જેમ “gવું ને સુ એ પ્રકારે પ્રાપ્ત થયેલ શ્રુતને ઉપદેશ આર્ય સુધર્મા જ બૂને આપે છે તેમ અહીં સુચના છે કે સ્થવિરે એ જે જિનોપદેશ પ્રાપ્ત કર્યો હતો તેમાં શ્રદ્ધા ધરાવીને તેમણે આ ગ્રંથની પ્રરૂપણું કરી છે.
પરંતુ પ્રજ્ઞાપનના પ્રારંભમાં તો મંગળ એટલે કે સિદ્ધ વગેરેને વંદના કરવામાં આવી છે અને પછી જ જિનવરના ઉપદેશને આધારે રચના કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org