________________
૨૬o
એ પણ જણાવ્યું છે કે નારક અને દેવ અવધિક્ષેત્રમાં છે, એટલે કે તેમનું અવધિજ્ઞાન પિતાની ચારે તરફ ફેલાયેલું હોય છે; તિય"ચમાં તેમ નથી. પણ મનુષ્ય અવધિક્ષેત્રમાં પણ છે અને બાહ્ય પણ છે. તાત્પર્ય એમ છે કે અવધિજ્ઞાનને પ્રસાર પિતે જ્યાં હોય ત્યાં હોય તે તે અવધિની અંદર (અંતઃ) ગણાય, પણ પિતાથી વિચિછન્ન પ્રદેશમાં અવધિને વિષય હોય તો તે અવધિથી બાહ્ય ગણાય (૨૦૧૭-૨૦૨૧). માત્ર મનુષ્યને જ સર્વાવધિ સંભવે છે, બાકીનાને દેશ
અવધિ જ સંભવે (૨૦૨૨-૨૬). નારકાદિમાં આનુગામિક-અનાનુગામિક, વર્ધમાનહિીયમાન, પ્રતિપાતી–અપ્રતિપાતી અને અવસ્થિત-અનવસ્થિત–આ ભેદોને. વિચાર છે (૨૦૨૭–૩૧).
અવધિજ્ઞાનની વ્યાખ્યા પ્રજ્ઞાપના મૂળમાં ક્યાંય આપવામાં આવી નથી, પણ અન્યત્ર જે અપાઈ છે તે એ છે કે ઈન્દ્રિય કે મનની સહાયતા વિના આત્માને થતું રૂપી પદાર્થનું જ્ઞાન તે અવધિજ્ઞાન છે.
૩૧મું “સંક્ષિ પદ : સંજ્ઞવિચાર આ પદમાં સિદ્ધ સહિત સકલ જીવોને સંસી, અસંસી અને સંસીનઅસંજ્ઞી એ ત્રણ ભેદે વિચાર કર્યો છે. તેમાં સિદ્ધો નથી સંજ્ઞી કે નથી અસલી તેથી તેમની સંજ્ઞા નોસંજ્ઞીને અસંસી આપવામાં આવી છે (૧૯૭૩). મનુષ્યમાં પણ જે કેવળી થયા હોય તે આ બાબતમાં સિદ્ધની સમાન જ છે, કારણ કે તેઓ પણ તેમને મન હોવા છતાં તેના વ્યાપાર વડે જ્ઞાન પ્રાપ્ત કરતા નથી. અન્ય મળ્યો સંસી અને અસંજ્ઞી બન્ને પ્રકારના છે. એકેન્દ્રિયથી માંડી ચતુરિન્દ્રિય સુધીના જીવો અસંસી છે. નારક, ભવનપતિ, વાણવ્યંતર અને પંચેન્દ્રિયતિયચ સંગી અને અસંજ્ઞી બન્ને પ્રકારના છે. જ્યોતિષ્ક અને વૈમાનિક માત્ર સંસી જ છે (૧૯૬૫–૭૩).
આ પદને અંતે આપેલી ગાથામાં મનુષ્યને પણ સંસી–અસંતી જ કહ્યા છે. પરંતુ સૂત્ર ૧૯૭૦માં તેમાં ત્રણ પ્રકાર સંભવે એમ સ્પષ્ટ કર્યું છે.
સંજ્ઞાનો અર્થ શું લે તે સૂત્રમાં સ્પષ્ટ નથી કર્યુંપણ મનુષ્ય અને નારફ તથા ભવનપતિ અને વ્યંતરને પણ અસંજ્ઞી કહ્યા એટલે મન જેને હોય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org