________________
૨૫૯ જૈન આગમોમાં આચારાંગ જેવા પ્રાચીન ગ્રંથમાં તે અવધિની ચર્ચા નથી, પરંતુ જ્યારથી અંગઆગમમાં ઉપાસક જેવા કથાગ્રંથને સમાવેશ થયે ત્યારથી તે અવધિજ્ઞાનની ચર્ચા શરૂ થઈ ગઈ છે; અને એ ચર્ચાઓ ઉપરથી જણાય છે કે ઉપાસકને થતા અવધિજ્ઞાનની મર્યાદામાં સ્વયં ઈન્દ્રભૂતિને પણ શંકા થાય છે, એ આશ્ચર્યજનક ઘટના છે (ઉવાસગદસાઓ-હોનેલ, ૧.૮૪).
આપણે કર્મના પ્રકરણમાં પણ જોયું કે તેમાં એક ઠેકાણે માત્ર પાંચ ઇન્દ્રિયો અને તેથી થતા વિજ્ઞાનના આવરણની ચર્ચા છે, પરંતુ અવધિ આદિ જ્ઞાને વિષે મૌન સેવાયું છે. આથી અવધિ આદિ જ્ઞાનની ચર્ચા જેન આગમમાં પછીથી ક્રમે કરી દાખલ થઈ હોય એવો સંભવ રહે છે.
અવધિજ્ઞાનના બે ભેદ છે : એક તે જન્મથી પ્રાપ્ત થતું અને બીજુ કર્મના ક્ષપશમથી મળતું. દેવ-નારકને તે જન્મથી જ હોય છે અને મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયને ક્ષયપશામિક (૧૯૮૨) હોય છે.
અવધિજ્ઞાનના વિષયની ચર્ચાને સાર આ પ્રમાણે છે: નારકે ક્ષેત્રની દષ્ટિએ જઘન્યથી અડધો ગાઉ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉ. પછી એકેકે કરી સાતેય નરકના જેના અવધિક્ષેત્રનું પણ નિરૂપણ છે. તેમાં નીચેની નરકમાં ઉત્તરોત્તર અવધિક્ષેત્ર ઓછું થતું જાય છે (૧૯૮૩–૧૯૯૦). ભવનપતિમાં અસુરકુમારનું અવધિક્ષેત્ર જઘન્ય ૨૫ જન અને ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપ–સમુદ્ર છે; અને બાકીના નાગકુમારાદિનું ઉત્કૃષ્ટ સંખ્યાત છે. (૧૯૯૧–૯૩). પંચેન્દ્રિયતિર્યંચનું અવધિક્ષેત્ર જધન્યથી અંગુલને અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપસમુદ્ર છે (૧૯૯૪). મનુષ્યનું ઉત્કૃષ્ટ અવધિ ક્ષેત્ર અલોકમાં પણ લેકપ્રમાણુ અસંખ્યાત લેક જેટલું છે (૧૯૫). વાણુમંતરનું નાગકુમાર જેમ. જ્યોતિષ્ક જઘન્ય સંખ્યાત દ્વીપ–સમુદ્રો. વૈમાનિકદેવના અવધિક્ષેત્રની વિચારણામાં વિમાનથી નીચેન. ઉપરનો અને વિમાનથી તિર્યંગ ભાગ–એ ત્રણેની દષ્ટિ રાખવામાં આવી છે. અને જેમ વિમાન ઉપર તેમ તેમનું અવધિક્ષેત્ર વિસ્તૃત. છેવટે અનુત્તરી પપાતિક દેવ સમગ્ર લેનાડીને જાણે છે, એમ જણાવ્યું છે (૧૯૯૬-૨૦૦૭). સૂત્ર ૨૦૦૮-૧૬માં અવધિજ્ઞાનના ક્ષેત્રની અપેક્ષાએ તક, (હેડી), પલ્લગ, ઝાલર, પડહ જેવા વિવિધ આકાર જણાવ્યા છે. આચાર્ય મલયગિરિએ એને સાર એ તારવી આપે છે કે ભવનપતિ અને વ્યંતરને ઉપરના ભાગમાં અને વૈમાનિકને નીચેના ભાગમાં, તિક અને નારકોને તિર્લગ દિશામાં વધારે હોય છે એટલે કે વિસ્તૃત હોય છે અને મનુષ્ય તથા તિર્યંચને અવધિનો આકાર વિચિત્ર હોય છે.-ટીકા, પત્ર ૫૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org