________________
૨૯૮
સમક્ષ રાખીને જો આપણે જૈન આગમોના મૂળ સ્રોતનો વિચાર કરીએ તે એમ કહી શકાય કે એને મૂળ સ્ત્રોત વેદો નહિ પણ ભારતીય મૌલિક ધાર્મિક પરંપરા છે, જેને આજે આપણે શ્રમણ પરંપરા તરીકે જાણીએ છીએ.
આગમ શબદના વિવિધ પર્યાયે આગમ શબ્દનો અર્થ “જ્ઞાન” અભિપ્રેત છે તે શાસ્ત્રોમાં આવતા તે શબ્દના વિવિધ પ્રયોગો ઉપરથી જણાય છે. આચારાંગમાં મારા સર્વે ના” ( ૧૪) ને અર્થ છે “જ્ઞા આપત” “જાણીને આજ્ઞા કરે, “જાધવું માનમમાળે” (૧૯૬૩) નો અર્થ છે “સ્ક્રાઇવમ્ સામી - અવયુષ્યમાન – “લઘુતાને જાણતો'; વ્યવહાર ભાષ્યમાં (ગા) ૨૦૧થી) આગમ વ્યવહાર વર્ણવતાં આગમના બે ભેદ પ્રત્યક્ષ અને પરોક્ષ એવા કરવામાં આવ્યા છે. પ્રત્યક્ષમાં કેવલ, મન:પર્યાય, અવધિ અને ઇન્દ્રિયપ્રત્યક્ષ અને પરોક્ષમાં ચતુર્દશ પૂર્વ અને તેથી ન્યૂન શ્રુતજ્ઞાનને સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરથી કહી શકાય કે સાક્ષાત જ્ઞાન એ આગમ છે. અને તે ઉપરાંત સાક્ષાત જ્ઞાનને આધારે થયેલ ઉપદેશ અને તેથી થતું જ્ઞાન એ પણ આગમ છે. અહીં વિશેષ એ છે કે પ્રત્યક્ષ આગમમાંથી કેવલજ્ઞાનને આધારે અરિહંત દ્વારા થયેલ જે ઉપદેશ હોય તેને જ મુખ્યરૂપે સમાવેશ પરોક્ષ આગમમાં કરવાના છે. આ પરોક્ષ આગમ અલૌકિક આગમ અથવા શાસ્ત્ર યા મૃત કોટિમાં આવે, પણ લેકમાં લૌકિક આગમ પણ છે; તેમાં ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી થતા ઉપદેશને આધારે થતું જ્ઞાન પણ આગમ કહેવાય છે. તેને જેન દૃષ્ટિએ લૌકિક આગમ કહેવાય. ઉપચારથી કેવલજ્ઞાનીના અથવા અન્ય ઉપદેટાના વચનને અને તેવાં વચને જે શાસ્ત્રમાં સંગ્રહાયાં હોય એ શાસ્ત્રને પણ આગમ સંજ્ઞા આપવામાં આવી છે.
અનુગારમાં “આગમ' શબ્દ સ્પષ્ટ રૂપે શાસ્ત્રના અર્થમાં વપરાયેલે જોવા મળે છે. તેમાં જીવના જ્ઞાનગુણરૂપ પ્રમાણના ચાર ભેદ કરવામાં આવ્યા છેઃ પ્રત્યક્ષ, અનુમાન, ઔષમ્ય અને આગમ*. આ જોતાં તે જ્ઞાન અર્થમાં જ
અને બ્રાહ્મણ પરંપરા એવું નામ સ્વીકાર્યું છે. વળી જઓ Zimmer: Philosophies of India, p. 281, અને p. 60, note 23;
p. 184, note 5. ૩. જુઓ અભિધાનરાજેન્દ્રકોષમાં “આગમ' શબ્દ. ૪. ભગવતી ૫-૩-૧૯૨માં પ્રમાણના આ જ ચાર ભેદે ગણાવ્યા છે. અને
સ્થાનાંગમાં બહેતુ’ ના પણ આ જ ચાર ભેદ ગણાવ્યા છે. સૂ. ૩૩૮–૨૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org