________________
૩૦૦
એ આત્માગમ છે, અને અર્થાગમ એ અન્તરાગમ છે. પણ ગણધરના શિષ્યોને સુત્રાગમ એ અનન્તરગમ છે, અને અર્થગમ એ પરંપરાગમ છે. આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે આગમમાં અર્થાત્ આગમનામે પ્રસિદ્ધ શાસ્ત્રમાં જે અર્થ = પ્રતિપાદ્ય વિષય છે, તેનું જ્ઞાન તીર્થકરોને સ્વયં છે, તેમાં તેમને કોઈની અપેક્ષા નથી. એ અર્થ = પ્રતિપાદ્ય વિષયને ગણધરો સૂત્રબદ્ધ કરતા હોઈ એ સૂત્ર તેમને માટે આત્માગમ છે, પણ અર્થ તો તેમને તીર્થંકર પાસેથી અવ્યવહિત રૂપે મળ્યો હઈ અથગમ ગણધર માટે અનન્તરગમ છે. આથી સિદ્ધ થયું કે અર્થોપદેશક તીર્થકર છે. આ જ વસ્તુને દ્વાદશાંગી તીર્થંકરપ્રણીત છે એમ કહી સૂચવવામાં આવી છે, પણ તક અર્થોપદેશક છતાં એ અર્થને સૂત્રબદ્ધ તો ગણુધરે જ કરે છે. તેથી સૂત્રકર્તા ગણુધરે છે. તેથી જ સૂત્રાગમ વિષે કહેવામાં આવ્યું કે તે ગણધરોને આત્માગમ છે. ગણધરોના સાક્ષાત્ શિષ્યો સૂત્રનું જ્ઞાન તો સ્વયં ગણધરો પાસેથી લેતા હોઈ તેમને માટે સૂત્રગામ અનન્તરાગમ છે, પણ અર્થાગમ એ, પરંપરાગમ છે; કારણ, સ્વયં ગણધરને તે આત્માગમ નથી, પણ તેમના ગુરુ તીર્થકરને તે આત્માગમ છે. એટલે કે તીર્થકરે ગણધરને અર્થીગમ આપ્યો અને ગણુધરે પિતાના શિષ્યોને આ • આમ તે અર્થાગમ પરંપરાગમ થયો, પણ ગણધરના શિષ્યના શિયે અને તેમની પરંપરાને તો અર્થ અને સૂત્ર બંને પ્રકારના આગમે પરંપરાગમ છે. શાસ્ત્રરચનાની આ જ પરંપરાને પ્રતિષ આવશ્યક નિયુક્તિની નિમ્ન ગાથામાં છે. -
अत्थं भासइ अरहा मुक्तं गंथंति गणहरा निउणं ।
सासणस्स हियठाए तओ मुत्तं पवत्तइ ॥९२॥ લેત્તર આગમ – દ્વાદશાંગીની રચના વિષેને આ સિદ્ધાંત દિગંબર આચાર્યોને પણ માન્ય છે. ષટ્રખંડાગમની ધવલા ટીકા (પૃ. ૬૦, પ્રથમ ભાગ) અને કસાયપાહુડની જયધવલા (પ્રથમ ભાગ, પૃ. ૮૪) ટીકામાં પણ આ જ વસ્તુનું સમર્થન કરવામાં આવ્યું છે.
અનુગારમાં જેમ દ્વાદશાંગીને આગમ-લોકોત્તર આગમ–ની સંજ્ઞા આપવામાં આવી છે, તેમ તેમાં તેને કેસર ભાવકૃત પણ કહેવામાં આવ્યું છે. પિોથી-પાનાં, જેમાં શ્રુતને લખવામાં આવે છે, તેને અનુયાગદ્વારમાં
૭. અનુયાગદાર, સૂત્ર ૪૭૦. ૮. અનુગાર, સૂત્ર ૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org