________________
૩૦૧
દ્વવ્યકૃતની સંજ્ઞા આપવામાં આવી છે. અને સ્વયં શ્રુતજ્ઞાનને ભાવકૃતની સંજ્ઞા આપી છે. આમ પિથી–પાનાને અર્થાત પુસ્તકને ઉપચારથી મૃત અને સ્વયં તીર્થકર દ્વારા પ્રતિ દ્વાદશાંગીને અર્થાત દ્વાદશાંગીમાં પ્રતિપાદિત કૃતજ્ઞાનને મુખ્ય શ્રુત કહેવામાં આવ્યું છે. નંદીસૂત્રમાં એ જ દ્વાદશાંગીને સમકશ્રતને નામે ઓળખાવ્યું છે. આ પ્રમાણે કહી શકાય કે આગમની બીજી સંજ્ઞા “શ્રત પણ છે.
શાસ્ત્રની શ્રત એવી સંજ્ઞા પાછળને ઇતિહાસ જોઈએ તો જણાશે કે વેદ માટે “શ્રુતિ' શબ્દ પ્રસિદ્ધ હતો તે એટલા માટે કે વેદજ્ઞાન આચાર્યપરંપરાથી સાંભળીને મેળવવામાં આવતું, તે જ પ્રમાણે જેન આગમક જ્ઞાનની પરંપરા પણ શ્રવણને આધારે ચાલતી હેઈ આગમો શ્રત' કહેવાયા. આના પ્રકાશમાં આગમોના પ્રારંભમાં આવતા “દુર્ઘ મે માસમં ! તેf મળવચા gવમાનો વિચાર કરીએ તો આગામે શ્રુત શબ્દથી શા માટે ઓળખાયા એ સ્પષ્ટ થાય છે. આવા વાકયોથી એ સ્પષ્ટ થાય છે કે આગમના પઠન-પાઠનની કેવી પ્રણાલી હશે. વળી વિદ્યમાન આગમ ગણધર દ્વારા પ્રથિત છે, એને પણ પુરા આવા વાકયોથી મળી જાય છે. આવાં વાકયોની પરંપરા પાલિપિટકમાં પણ મળે છે. અને આગમ તથા પિટક અને રચનાને કાળ અથવા તે મૂળ ઉપદેશને કાળ, એક જ હતા એ કહેવાની ભાગ્યે જ જરૂર છે.
આપણે આગળ જોઈ ગયા કે અનુગદ્વારમાં “પુરામ' શબ્દ પણ પ્રયુક્ત છે. આ ઉપરથી જણાય છે કે શબ્દરચના “સત્ર' નામે પણ પ્રસિદ્ધ હતી. આથી જ આગ સૂત્ર નામે પણ પ્રસિદ્ધ થયા. ભારતીય સાહિત્ય પરંપરામાં સત્રનામે ઓળખાતી એક વિશિષ્ટ શૈલીમાં લખાયેલા ગ્રંથ સૂત્રગ્રંથ તરીકે પ્રસિદ્ધ થયા છે. વેદિક પરંપરામાં ગૃહ્ય અને ધર્મ સૂત્રોને એક વિશેષ પ્રકાર પ્રસિદ્ધ છે. વળી, વ્યાકરણ આદિ શાસ્ત્રની રચના માટે પણ સૂત્ર શૈલી અપનાવવામાં આવી છે. આ શૈલીની વિશેષતા એ છે કે થોડામાં થોડા શબ્દોમાં વક્તવ્યને નાના નાના વાકયમાં ગૂંથી લેવું. જેમાં વિવિધ રૂપોને એક સૂત્રમાં દોરામાં બદ્ધ કરવામાં આવે છે, તેમ અનેક અર્થોને શબદરચના દ્વારા ગૂંથી લેવાતા હાઈ એ શબ્દરચના પણ સૂત્ર કહેવાય છે. સૂત્રશૈલીના ગૃહ્ય કે ધર્મસૂત્ર જેવા વદિક ગ્રંથો જેનારને જૈન આગમો “સૂત્ર ન જ કહેવાવા જોઈએ એમ લાગશે, કારણ, પ્રચલિત સુત્રશૈલીથી જુદી જ શૈલીમાં એ લખાયા છે. પણ જૈનેએ ૯. “વત્તચોરવર્જિર્ચિ” – અનુયોગદાર, સૂત્ર ૩૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org