________________
૨૯૭
પુનર્જન્મ અને સંસારચક્રની માન્યતાનો સંબંધ અહિંસા આદિ સાર્વભૌમ ધર્મો સાથે છે. અને વેદોમાં પુનર્જન્મ અને સંસારચક્રની કલ્પના મૂળ હતી નહિ, તેથી તેમાં અહિંસા આદિ ધર્મો મૌલિક ન હોઈ શકે આવી દલીલ હવે વિદ્વાને આપતા થયા છે, તે તેમની સૂમ ઐતિહાસિક નિષ્પક્ષ દૃષ્ટિનું પરિણામ છે. ભારતીય મૂળ ધર્મમાં મર્તિપૂજાનું સ્થાન હતું, ત્યારે વેદમાં મૂર્તિપૂજા દેખાતી નથી, અને તે ભારતીય ધર્મના સંપર્ક ક્રમે કરી વૈદિકાએ સ્વીકારી. વેદકાળે દેવોની પૂજા અથવા આરાધના કોઈ પણ માધ્યમથી થતી, જ્યારે ભારતીય ધર્મમાં સાક્ષાત દેવારાધન થતું. વેગ અને ધ્યાનની પ્રક્રિયા વેદમાં છે જ નહિ; જ્યારે મૌલિક ભારતીય પરંપરામાં એને સ્થાન હતું એની સાક્ષી સિંધુ સંસ્કૃતિના અવશેષે આપે છે. આમ અનેક રીતે વૈદિક અને ભારતીય ધર્મના ભેદક તત્તની શોધ વિદ્વાનોએ કરી છે. એ ભેદ તને
(પૃ. ૨૯૭થી ચાલુ) અહિંસાને સુચિત આ આંતર પ્રવાહ, લેખકે સ્પષ્ટ નથી કહ્યું પણ, અન્ય સંસ્કૃતિના સંપર્કથી જન્મેલો જમાનો આવશ્યક છે. વળી, લેખક બ્રાહ્મણમાં વિકસેલ અહિંસા-પ્રવાહ આગળ જઈ બૌદ્ધ–જેન આચારમાં વધારે વિકસ્યો (પૃ. ૧૦૧) એમ કહે છે તેને બદલે એમણે એમ કહેવું જોઈતું હતું કે જે અહિંસાના પ્રવાહે વૈદિદે ઉપર છાપ પાડી અને વૈદિને અહિંસાને સ્વીકાર કરવાની ફરજ પાડી, તે જ પ્રવાહ વધારે વિકસિત રૂપમાં આપણે જેન-બૌદ્ધ શાસ્ત્રમાં જોવા પામીએ છીએ.
"If Dr. Zimmer's view is correct, however, the Pre-Aryan, Dravidian religion was rigorously moral and systematically Dualistic years before the birth of Zoroster. This would seem to suggest that in Zorostrianism a resurgence of pre-Aryan factors in Iran, following a period of Aryau supremacy, may be represented something comparable to the Dravidiau resurgence in the form of Jainism and Buddhism,” Zimmer : Philo. sophies of India, p. 185, Note 6 by the Editor - Campbell. આની વિશેષ ચર્ચા ઉક્ત હૈ. દાંડેકરના લેખમાં જેવી. આર્યો પહેલાંની ભારતીય પરંપરાને છે. દાંડેકરે યતિપરંપરા કહી છે, અને વદિ આર્યોની પરંપરાને ઋષિપરંપરા નામ આપ્યું છે. પણ આ લેખમાં અમે શ્રમણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org