________________
૧૯૫
એક સ્થાનમાં સ્થિર થયેલ લેાકામાં જે સરસ્કાર અને રચનાકૌશલ દેખાય તે ભ્રમણુશીલ લેામાં સલવે નહિ. આ દૃષ્ટિએ જોઈએ તા માનવું પડે છે કે તે કાળની ભારતીય પ્રજા આર્યાં કરતાં વધુ સંસ્કારી હશે; અને આર્યએ ભારતમાં આવી કેટલા નવા સકારા ઝીલ્યા હશે અને તે કેવી રીતે ભારતીય બની ગયા હશે એને આછે ખ્યાલ આવશે. વેટ્ટાના સહિતાભાગ અને બ્રાહ્મણુભાગ જોઈએ તા તેમાં આર્યોના સસ્સારાનું પ્રાધાન્ય નજરે ચડે છે. પણ તે પછીના ઉત્તરાત્તર નિર્મિત થતાં આરણ્યકા, ઉપનિષદો, ધમ શાસ્ત્રો આદિ વૈદિક પરંપરાનું સાહિત્ય જોઈએ તા જ એ આર્યાએ ભારતીય સૌંસ્કારી કેવી રીતે ઝીલ્યા અને અભારતીય છતાં તેઓ ભારતીય કેવી રીતે બની ગયા તેના સ્પષ્ટ ખ્યાલ આવે છે.
સ્મૃતિ
એ બધા નવા સ`સ્કારાનુ મૂળ પણ એક સમયે વૈદ્ધિ પરપરામાં જ શેાધાતું. પણ હવે, નવી પ્રક્રિયા પ્રમાણે, એનું મૂળ કાઈ અવૈદિક પર પરામાં જ શેાધાવા લાગ્યું છે. પહેલાં એમ કહેવાતુ કે જૈન-બૌદ્ધના આચારા અને વિચારાના મૂળમાં વૈદિક ધર્મ શાસ્ત્રો છે. તેને બદલે હવે એવુ* વલણુ થતુ જાય છે કે વૈદિક ધર્મ શાસ્ત્રોમાં એ આચારા અને વિચાર! બહારથી – એટલે કે અવૈદિક પર પરામાંથી – આવ્યા છે. એ અવૈદિક પર પરાને મુનિ, યતિ પછીના સાહિત્યમાં વિશેષ પ્રસિદ્ધ થયેલ શ્રમણુ પરંપરાને નામે ઓળખી શકાય. આના અનુસ ધાનમાં વૈાિને બ્રાહ્મણુ પરપરા કહી શકાય. એટલે સ‘ક્ષેપમાં કહેવું હાય તા કહી શકાય કે બ્રાહ્મણુ પરંપરામાં જે કાંઈ વૈદ પછીનાં શાસ્ત્રો છે તેમાં શ્રમણુ પર પરાની ઉત્તરાત્તર વધતી જતી અસર અને છાપ છે. બ્રાહ્મણેાએ વેદ અને વૈદિક પરંપરાનુ નિર્માણુ કર્યુ " અને શ્રમણેાએ ભારતીય મૂળ પર ંપરાને પુષ્ટ કરી. મૂળે આ બંને પર પરા
જ્યારે વૈદિક આ આવ્યા ત્યારે પણ સ્પષ્ટ જુદી જ હતી અને પછી પણ બન્નેએ પેાતાતાનું આગવુ. વ્યક્તિત્વ જાળવી રાખ્યા છતાં આદાન-પ્રદાનની પ્રક્રિયાથી પાતપેાતાની પરપરાને પુષ્ટ કરી છે, એમ માનવું ોઈએ. આ વિચારની સત્યતાને વિષે હવે સ ંદેહ કરવાનું કારણ રહ્યું નથી.
વેદોમાં સૃષ્ટિતત્ત્વના વિચાર છે, જયારે શ્રમણેામાં સ`સારતત્ત્વના વિચાર છે. સૃષ્ટિના મૂળમાં વૈદિક વિચાર અનુસાર એક જ તત્ત્વ મનાયું છે, જ્યારે શ્રમણાના સસારતત્ત્વના મૂળમાં ચેતન અને અચેતન એ બન્નેના સભ્ધ છે. સૃષ્ટિ કારેય ઉત્પન્ન થઈ એવુ· શ્રમણા માનતા નથી, પણ સંસારચક્ર અનાદિ કાળથી પ્રવત છે એમ માને છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org