________________
૨૭૭
(૨) આચાર્ય અભયદેવકૃત, પ્રજ્ઞાપનાતીયપદગ્રહણ અને તેની
અવચૂર્ણિ,
પ્રજ્ઞાપનામાં સર્વ જીવોના અલ્પબદુત્વ વિષેની ચર્ચા તીજા પદમાં છે. તે પદને ૧૩૩ ગાથામાં બદ્ધ કર્યું છે. આચાર્ય અભયદેવે (સં. ૧૧૨૦-) જ તેને “સંગ્રહ' એવી સંજ્ઞા આપી છે–
"इय अहाणउइपयं सवजियप्पवहुमिइ पयं तइयं ।
पन्नवणाए सिरिअभयदेवसूरीहिं संगहिय॥" પરંતુ તે “ઘરનguળા એ નામે તથા પ્રજ્ઞાપનદ્ધાર એ નામે ઓળખાય છે. કારણ કે તેની સમાપ્તિને અંતે અને તેની અવચૂણિને અંતે પણ એ નામને 'નિર્દેશ છે; જુઓ, કુલમંડનકૃત અવચૂર્ણિ—લા. દ. સંગ્રહ, લા. દ. વિદ્યામંદિર, હસ્તપ્રત નં. ૩૬૭૩ અને મુનિ શ્રી પુણ્યવિજયજીને સંગ્રહ નં. ૬૬૪. આ સંગ્રહણીની અવચૂર્ણિ કુલમંડન ગણિએ સં. ૧૪૪૧માં રચી છે
“श्रीदेवसुन्दरगुरोः प्रसादतोऽवगतजिनवचोऽर्थलवः ।
कुलमण्डनगणिरलिखदवर्णिमेकाब्धिभुवनाब्दे ॥" આ પ્રજ્ઞાપનાતીયપદસંગ્રહણી તેની અવર્ણિસહિત વિ. સં. ૧૯૭૪માં શ્રી આત્માનંદ જેન સભા (ભાવનગર) દ્વારા પ્રસિદ્ધ થયેલી છે. અહીં જણાવેલી કુલમંડનગણિત અવચૂર્ણિના બદલે આ મુદ્રિત અવચૂર્ણિ થડા વિસ્તારથી લખાયેલી છે અને તેના કર્તાનું નામ નથી મળતું, એમ તેની પ્રસ્તાવનામાં જણાવ્યું છે. પણ સંભવ છે કે શ્રી કુલમંડનગણિકૃત અવચૂણિને જ વધુ સ્પષ્ટ કરવા ખાતર તેમાં કઈ વિદ્વાને થોડેક વધારો કર્યો હોય, એમ અમને લાગે છે.
(૩) આચાર્ય મલયગિરિકૃત વિકૃતિ
આચાર્ય હરિભદ્રની પ્રદેશવ્યાખ્યા કરતાં લગભગ ચારગણી વિસ્તૃત વ્યાખ્યા આચાર્ય મલયગિરિએ (લગભગ સં. ૧૧૮૮–૧૨૬૦) પ્રજ્ઞાપનાની કરી છે અને તે સંપૂર્ણ પ્રજ્ઞાપનાને સમજવા માટે ઉત્કૃષ્ટ સાધનભૂત છે. સ્વયં આચાર્ય મલયગિરિ કહે છે કે આ વ્યાખ્યાનો આધાર આચાર્ય હરિભદ્રની પ્રદેશ વ્યાખ્યા છે, ૩ - ૩. નથતિ મિદ્રસૂછિદ્િ વિદ્યુતવિનમrવાર્થઃ | , '
યદ્રવનવાદકવિ નાતો ન વિઠ્ઠતિઃ | પ્ર. ટી., પત્ર ૬૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org