________________
૨૭૫
પ્રજ્ઞાપના સુત્રની વ્યાખ્યાઓ, (૧) આચાર્ય હરિભકૃત પ્રદેશવ્યાખ્યા
આ પ્રદેશવ્યાખ્યા પ્રસિદ્ધ ભવવિરહ હરિભદ્રસૂરિએ લખી છે. પ્રારંભમાં “સાપનો TFાનો પ્રારતે કહ્યું છે તેથી પ્રજ્ઞાપનાના અમુક અંશે અનુયોગ-વ્યાખ્યાન અભિપ્રેત છે એમ સ્પષ્ટ છે. આચાર્ય હરિભદ્ર પ્રજ્ઞાપનાનો ઉપાંગ તરીકે ઉલ્લેખ કરે છે, પરંતુ આચાર્ય મલયગિરિની જેમ તે “સમવાયાંગનું ઉપાંગ છે તેમ જણાવતા નથી. આથી અમુક અંગનું અમુક ઉપાંગ એવી વ્યવસ્થા ક્યારેક આચાર્ય હરિભદ્ર પછી, પણ આચાર્ય મલયગિરિ પૂવે, થઈ ગઈ હશે એમ માનવું રહ્યું.
વળી, આ વ્યાખ્યાને “અવચૂર્ણિકા” એવું નામ પણ આપી શકાય તેમ છે, કારણ કે આચાર્ય હરિભદ્ર એક ઠેકાણે –“પ્રજાતિવાફેર અવqળમાત્રમૈતવિતિ” -પૃ૦ ૨૮, ૧૧૩–આ પ્રમાણે જણાવે છે.
આચાર્ય હરિભદ્ર આ પ્રદેશવ્યાખ્યા લખી તે પહેલાં પણ કોઈએ પ્રજ્ઞાપના ઉપર નાની-મોટી ટીકા અવશ્ય લખી હશે, અને તે ચૂર્ણિરૂપે હશે એમ જણાય છે, કારણ કે ઘણે ઠેકાણે – તિહુ મવતિ“ “મું મવતિ', “મયમત્ર ભાવાર્થ, “મત્ર દૃરમ્' “હૈિ મવ' ઇત્યાદિ શબ્દ સાથે કે તે વિના જે વિવરણ મળે છે તે પ્રાકૃતમાં હોય છે અને કવચિત સંસ્કૃતમાં પણ મળે છે.-–પૃ૦ ૧૨, ૧૬, ૧૭, ૧૯, ૨૧, ૨૩, ૨૭, ૨૯, ૩૦, ૩૫, ૪૧, પર, ૬૮, ૬૯. ૭૦, ૭૨, ૧૦૯, ૧૧૨, ઈત્યાદિ.
એ ચૂર્ણિકાર કોણ હશે તે કહેવું કઠણું છે, પણ સંભવ એવો છે કે તે આચાર્ય હરિભદ્રના ગુરુ હોય, કારણ કે “ઈવે તાવનું પૂગતા વ્યાવક્ષતે પૃ. ૭૫, “ગુરવસ્તુ” ૧૧૮, “ તુ પૂગ્યાઃ” પૃ૦ ૧૨૨, “વત્ર રવો શ્રાવતે પૃ. ૧૧. ૧૪૭, ગુરવો વળત્તિ' પૃ. ૧૫ર–એવા ઉલ્લેખ આ વ્યાખ્યામાં મળે છે.
વળી, એ વાત તો નિશ્ચિત જ છે કે આની ઉક્ત ચૂર્ણિ સિવાય પણ અન્ય એક કે અનેક વ્યાખ્યા આચાર્ય હરિભદ્ર પૂવે હશે જ. કારણ કે પ્રસ્તુત વ્યાખ્યામાં મતાંતરની વ્યાખ્યાનાં અનેક સ્થળે નેધ્યાં છે, જેમાં એવાં કેટલાંક ૧. આચાર્ય હરિભદ્રના વિસ્તૃત પરિચય માટે “સમદર્શ આચાર્ય હરિભદ્ર' જેવું. ર. ચણિને ઉલેખ આચાર્ય મલયગિરિ પણ કરે છે.—પત્ર ૨૬૯, ૨૭૧..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org