________________
૨૯ર
જૈન આગમ એ મહત્વનું સાધન સિદ્ધ છે. આ દૃષ્ટિએ જ અનેક વિદ્વાનોનું ધ્યાન આ આગ પ્રતિ દોરાયું છે અને તેમને તેવો ઉપયોગ તેમણે સ્વીકાર્યો જ છે.
અત્યાર સુધીમાં જેટલા પ્રમાણમાં આધુનિક વિદ્વાનોએ વિદિક અને બૌદ્ધ. વાડુમયમાં રસ લીધો છે તેટલા પ્રમાણમાં જેન વાડમયમાં રસ લીધો નથી. આનાં અનેક કારણે છે, પણ તેમાં તે આગમોની સુસંસ્કૃત વાચનાને અભાવ એ પણ એક કારણ છે. જેના આગમો એ જીવંત સાહિત્ય છે અને તેની અત્યાર સુધીમાં અનેક આવૃત્તિઓ ધાર્મિકજને તરફથી પ્રકાશિત થઈ છે, પણ આધુનિક વિદ્વાને સરળતાથી તેનો ઉપયોગ કરી શકે તેવી એક પણ આવૃત્તિ સમગ્ર આગમોની થઈ નથી. છૂટાછવાયા પ્રયત્નો તે માટે થયા છે, પણ સમપ્રભાવે એક યોજનાબદ્ધ રીતે એ કાયર થયું નથી. આની પૂતિ થવી જરૂરી હતી. જેન આગમ-
2ના પ્રકાશન માટે અત્યાર સુધીમાં અનેક વ્યક્તિઓ તેમજ સંસ્થાઓએ પ્રયત્ન કર્યો છે. સૌથી પહેલાં ઈ. સ. ૧૮૪૮માં સ્ટિવન્સને કલ્પસૂત્રને અનુવાદ પ્રકાશિત કર્યો હતો, પણ એ ખામીવાળા હતા. ખરી રીતે પ્રો. વેબરને જ આ દિશામાં નવપ્રસ્થાનની શરૂઆત કરનાર સૌથી પહેલ વિદ્વાન માનવા જોઈએ. એમણે ઈ. સ. ૧૮૬૫-૬૬માં ભગવતીસૂત્રના કેટલાક અંશોનું સંપાદન કર્યું હતું, અને પોતાના અધ્યયનના સારરૂપે એના ઉપર ધે પણ લખી હતી.
રાય ધનપતસિહજી બહાદુરે ઈ. સ. ૧૮૭૪માં આગમ-પ્રકાશનનું કામ શરૂ કહ્યું હતું, અને કેટલાય આગમો પ્રકાશિત કર્યા હતા; પરંતુ એ પ્રકાશનોનાં મૂલ્ય અને ઉપયોગિતા પદછેદ, વિરામચિહ્નો કે પેરેગ્રાફ વગેરે વિના જેમ ને તેમ છપાવી દેવામાં આવેલી હસ્તપ્રતો કરતાં સહેજ જ વધારે હતાં. આમ છતાં, આગમ-મંથે જેવી દુર્લભ વસ્તુને વિદ્વાને માટે સુલભ બનાવવાને યશ એમને ઘટે છે.
છે. હર્મન જેકેબી સંપાદિત કલ્પસૂત્ર (ઈ. સ. ૧૮૭૯) અને આચારાં (ઈ. સ. ૧૮૮૨) યમન સંપાદિત ઔપપાતિક (ઈ. સ. ૧૮૯૦) અને આવશ્યક (ઈ. સ. ૧૮૯૭); સ્ટેઈન્થલ સંપાદિત જ્ઞાતાધર્મકથાને કેટલોક ભાગ (ઈ. સ. ૧૮૮૧); હોર્નલ સંપાદિત ઉપાસક દશા (ઈ. સ. ૧૮૯૦); શુબિંગ સંપાતિ આચારાંગ (ઈ. સ. ૧૯૧૦) વગેરે ગ્રંથે આગમોના સંપાદનની કળામાં આધુનિક વિદ્વાનોને સંમત એવી પદ્ધતિથી પ્રકાશિત થયા છે. આમ છતાં શ્રી અમોલક ઋષિના હિંદી અનુવાદ સાથે શ્રી લાલા સુખદેવ સહાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org