________________
૯૯
'સિદ્ધ થાય છે કે ઉત્તરાધ્યયનું આ પ્રકરણ, જેને વિશેષ સંબંધ પ્રજ્ઞાપના સાથે છે, તે પ્રજ્ઞાપના કરતાં પ્રાચીન છે. વવાય અને પ્રજ્ઞાપનામાં પ્રારંભ અને અંતની ગાથા વિષે વિભેદ છે. સંભવ તા વધારે એ જણાય છે કે પ્રજ્ઞાપના વવાય કરતાં પ્રાચીન હાવું જોઈ એ.
પરંપરા પ્રમાણે નિગાવ્યાખ્યાતા કાલક અને શ્યામ' આચાય' એક મનાયા છે, કારણ, એ બન્ને શબ્દો એકાઅેક જ છે. પરંપરા પ્રમાણે તે વીર નિર્વાણુ ૩૬૫માં યુગપ્રધાન થયા અને ૩૭૬ સુધી જીવ્યા. આથી પ્રજ્ઞાપના જો તે જ કાલકની રચના હેાય તો વીરનિર્વાણુ ૩૫-૩૭૬ વચ્ચેની રચના હશે. અર્થાત્ વિક્રમ પૂર્વે ૧૩૫-૯૪, ઈસ્વીન પૂર્વે ૩૮ વચ્ચે તે રચાયુ` હશે.૩૬ પ્રથમ ભદ્રબાહુકૃત નિયુÖક્તિ માનવામાં આવે—અને તેમાં મૂળે જીવભેદે ઉત્તરા“ધ્યયન પ્રમાણે ‘૩૬' જ સ્વીકારાયા હતા, તેમ માનવાને કારણે છે—તા પ્રજ્ઞાપના નિયુક્તિ પછીની રચના ઠરે છે. અને ઉક્ત પ્રજ્ઞાપનાના સમય સાથે પ્રથમ ભદ્રબહુના સમયના પણ વિરાધી નથી, કારણું, તે પ્રજ્ઞાપનાના સમય કરતાં પ્રાચીન
જ મનાયા છે.
લક્ષ્મ’ડાગમ તેના વિદ્યમાન રૂપે ભદત પુષ્પદંત-ભૂતબલિ એ એ આચાર્યાંની રચના છે અને તેઓના સમય વીર નિર્વાણુ ૬૮૩ પછી ક્યારેક થનાર ધરસેના. ચાય પછી છે, એથી પ્રજ્ઞાપના ખંડાગમ પૂર્વની રચના છે તે નિશ્ચિત થાય છે. આથી કહી શકાય કે ષટ્ખંડાગમમાં જે વિચારની પ્રૌઢતા અને વ્યવસ્થા તથા અનુયાગશૈલીનું અનુસરણ દેખાય છે તે તેની ઉત્તરકાલીન સ્થિતિ હોવાને કારણે છે. નદીસૂત્રની આગમચીમાં પ્રજ્ઞાપનાના ઉલ્લેખ છે અને નદી વિક્રમ સવત પર૩ પૂર્વીની રચના છે. આથી તેના સમય સાથે પણ પ્રજ્ઞાપનાના ઉક્ત સમયને કશે! વિરાધ નથી.
પ્રજ્ઞાપનાનું મંગલ અને પચનમસ્કાર મંત્ર
પ્રજ્ઞાપનાના પ્રારંભમાં જે મંગલ ગાથાઓ છે તેમાં સર્વપ્રથમ સિદ્ધને નમસ્કાર છે, પછી જિનવરેન્દ્ર ભગવાન મહાવીરને નમસ્કાર કર્યાં છે. ષટ્રખંડાગમમાં પશુ ધવલાકાર પ્રમાણે પ્રારભમાં પચનમસ્કારમંત્રને નિર્દેશ છે. પ્રજ્ઞાપના મૂળ સૂત્રની લખાયેલી બધી જ પ્રતામાં પણ પચનમસ્કારના નિર્દેશ મળે છે. પરતુ આચાય હરિભદ્ર અને મલયગિરિએ તેની વ્યાખ્યા નથી કરી તેથી તે મૂળ સૂત્રાંત૩૬. ડૉ. શાપેન્ટિયરને મતે આય શ્યામના સમય લગભગ ઈ. પૂ. ૬૦ છે, ઉત્ત。 પ્રસ્તાવના, પૃ૦ ૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org