________________
૨૩૫
તેથી ઊલટી રીતે એમ પણ વિચારાયું છે કે જીવ જ્ઞાનાવરણાદિ કર્મ.. પ્રકૃતિને બંધ કરતા હોય ત્યારે કેટલી ક્રિયાવાળો તે હોય (૧૫૮૫–૮૧) : આ. વિચારણામાં ફેર એ છે કે ઉક્ત અઢાર પા૫સ્થાનની ક્રિયાને ધ્યાનમાં લીધી નથી, પરંતુ પાંચ ક્રિયાઓને ધ્યાનમાં લીધી છે. પરંતુ એ પાંચ કઈ લેવાની તેને નિદેશ મૂળમાં નથી, પરંતુ ટીકાકારે કાયિકો આદિ પાંચ ક્રિયાભેદ અભિપ્રેત છે એમ જણાવ્યું છે. વળી, તેમણે એમ પણ સ્પષ્ટીકરણ કર્યું છે કે જીવ જ્યારે પ્રાણાતિપાત વડે કર્મ બાંધતે હોય ત્યારે એ પ્રાણાતિપાતની સમાપ્તિ કેટલી ક્રિયાથી થાય—એ પ્રશ્ન અહીં અભિપ્રેત છે.૧૮ આના જવાબમાં મૂળમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ, ચાર કે પાંચ ક્રિયા હોય (૧૫૮૫–૮૭), પણ તે કઈ લેવી તેને નિર્દેશ નથી. ટીકાકારે કાયિકી આદિ ક્રમે સમજવી. એવો ખુલાસો કર્યો છે (ટીકા પત્ર ૪૪૦ વ).
એક જીવ, એક કે અનેક જીવોની અપેક્ષાએ અને અનેક જીવો, એક કે અનેકની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા હોય છે, તેને પણ વિચાર કરવામાં આવ્યો છે (૧૫૮૮-૧૬ ૦૪). આમાં પણ કાયિકી આદિ ક્રિયાઓ અભિપ્રેત છે એમ ટીકાકાર જણાવે છે, અને સ્પષ્ટ કરે છે કે માત્ર વિદ્યમાન જન્મમાં થતી કાયિકી આદિ ક્રિયા જ અહીં અભિપ્રેત છે, એવું નથી, પણ અતીત જન્મના કાયશરીરાદિ વડે અન્ય જીવો દ્વારા થતી ક્રિયા પણ અહીં અભિપ્રેત છે, કારણ કે એ અતીત કાય–શરીરાદિની વિરતિ જીવે સ્વીકારી નથી. અર્થાત તે શરીરાદિનું પ્રત્યાખ્યાન કર્યું નથી માટે તે શરીરાદિમાંથી જે કાંઈ નિર્માણ થાય અને તે દ્વારા અન્ય જીવો જે કઈ ક્રિયા કરે તે સૌને માટે જીવ જવાબદાર છે, કારણ કે જીવે તે શરીરાદિનો પરિત્યાગ કર્યો નથી, તે પ્રત્યેનું મમત્વ છોડ્યું નથી. આ બાબતની વિસ્તૃત ચર્ચા માટે જુઓ ક્રિયાકેશ, પૃ. ૪૫ થી તથા પૃ. ૧૫૦ થી.
પુન: સૂત્ર ૧૬૦૫ માં તે જ પાંચ ક્રિયા ગણાવી, જે આ પદના પ્રારંભમાં (સૂત્ર ૧૫૬૭) ગણાવી છે અને પછી ૨૪ દંડકમાં એ પાંચે કિયા લાભે છે તેમ જણાવ્યું છે (૧૬૦૬).
કાયિકી આદિ પાંચે ક્રિયાના સહભાવની વિચારણા કરીને ૨૪ દંડકોમાં તેમના સહભાવને વિચાર કરવામાં આવ્યા છે (૧૬૦–૧૬). વળી, એ જ
૧૯. ટીકા, ૫૦ ૪૪૦ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org