________________
૨૩૭
આ આખા ક્રિયાવિવરણમાં સાંપરાયિક અને પ્રેર્યાપથિક એવા ક્રિયાને જે બે મૂળ ભેદ પછીથી પ્રચલિત થયા છે તેને સ્થાન નથી મળ્યું, તે આ ચર્ચાના સ્તરની પ્રાચીનતા સૂચવે છે.
૨૩ થી ૨૭ કમપ્રકૃતિ-કર્મબંધકર્મબંધવેદ કર્મ બંધ-કમવેદવેદક
પદો : કમ વિચાર
પખંડાગમને ચોથો ખંડ વેદનાખંડ નામે ઓળખાય છે અને પાંચમો વર્ગખંડને નામે છે. પણ ખરી રીતે કર્મપ્રકૃતિનાં જે વીશ અનુગારે છે (પુ૯. સુ. ૪૫ પૃ૦ ૧૩૪) તેમાં બીજું દ્વાર વેદના છે તેના ઉપરથી વેદનાખંડ નામ પડયું અને છઠ્ઠું બંધનદ્વાર છે, તેની વિભાષા વિવરણ) બંધ, બંધક, બંધનીય અને બંધવિધાનરૂપે છે (પુ૧૪, સુ. ૧, પૃ. ૧), તેમાંના બંધનીયના વિવેચન પ્રસંગે વર્ગણાનું જે નિરૂપણ છે (પુ૧૪, સુ. ૬૮, પૃ. ૪૮) તેને આધારે સમગ્ર પાંચમા ખંડનું નામ વર્ગણાખંડ પડયુ છે. પખંડાગમમાં પ્રથમના ત્રણ ખડે પછી આવતા આ બે ખંડે ખરી રીતે એક, અખંડ અને સ્વતંત્ર પુસ્તકરૂપે સ્વીકારવા છે. જેમાં પ્રથમખંડમાં પ્રારંભમાં નમસ્કારમંગલ કરી તેમાં ૧૪ જીવસમાસનાં ૧૪ માણસ્થાન દ્વારા પ્રથમ ત્રણ ખંડમાં વિવેચના કરવામાં આવી છે, તેમ આ બન્ને ખંડોમાં પણ પ્રથમ નમસ્કારમંગલ કરી કર્મપ્રકૃતિનાં ૨૪ અનુયોગઠારનો નિર્દેશ કરી એકેક અનુયોગદ્વારનું વિવેચન કરવામાં આવ્યું છે. આથી ભલે ગમે તેણે આ બે ખંડાનો વિભાગ કરી નિર્દેશ કર્યો, પરંતુ વસ્તુતઃ તે એક અખંડ સ્વતંત્ર ગ્રંથ છે. અને છઠ્ઠા ખંડ મહાબંધમાં પણ છઠ્ઠા બંધનકારના એક ભેદ બંધનવિધાનનું જ વિવેચન છે.
વેદનાખંડના પ્રારંભમાં જણાવ્યા પ્રમાણે આગ્રાયણ પૂર્વની પાંચમી વસ્તુનું ચોથું પ્રાભૃત કર્મ પ્રકૃતિ છે (૯, સૂ૦ ૪૫, પૃ૦ ૧૩૪). અને એ જ કર્મ પ્રકૃતિનું ૨૪ અનુયોગકારે વડે વિવેચન પખંડાગમમાં વિસ્તારથી કરવામાં
૧. જુઓ પુસ્તક ૯ ને વિષયપરિચય, પૃ૦ ૧. ૨. પુસ્તક ૧૩ ને વિષયપરિચય પૃ૦ ૧. ૩. પુ. ૧, પ્રસ્તાવના, પૃ૦ ૬૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org