________________
આવ્યું છે. એ વિવેચન અને પ્રસ્તુત પ્રજ્ઞાપનાનાં સ૩ થી ૨૭ માં પદોમાં આવતી કર્મવિચારણાની તુલના કરીએ તો જણાય છે કે પ્રજ્ઞાપનાગત કર્મવિચારણને
સ્તર ખંડાગમની વિચારણું કરતાં પ્રાચીન છે, કારણ કે પખંડાગમમાં નિક્ષેપ કરીને વ્યાખ્યા કરવાની જે પદ્ધતિ અપનાવવામાં આવી છે, તેવી વ્યાખ્યાપદ્ધતિનાં દર્શન પ્રજ્ઞાપનામાં થતાં નથી. અને વિચારણના અન્ય વિષયની તુલના કરીએ તે પણ જણાય છે કે પ્રજ્ઞાપનાની ભૂમિકા પ્રાચીન છે. પ્રજ્ઞાપનામાં જે વિષયે ચર્ચાયા છે તે બહુ જ સ્થૂલ છે. બંધના પ્રકૃતિ આદિ ચાર પ્રકારનો નિર્દેશ કરી, એ ક્રમે વિવેચન કરવાને બદલે પ્રકૃતિ, અનુભાવ અને સ્થિતિનું ક્રમ વિના સ્વતંત્ર નિરૂપણ છે. પ્રદેશબંધની તે ચર્ચા જ નથી. એટલું જ નહિ પણ કર્મવિચારણાની સૂક્ષ્મ અને સ્થિર ભૂમિકા અને પરિભાષાઓ, જેને સ્વીકાર પછીના સાહિત્યમાં શ્વેતામ્બર-દિગંબર બન્નેએ કર્યો છે, તે ભૂમિકાનાં દર્શન પ્રજ્ઞાપનામાં થતાં નથી. ઉદાહરણ તરીકે કર્મબંધના કારણ તરીકે માત્ર રાગ અને ‘ષને જણાવ્યા છે (૧૬૭૦) : આ બાબત સર્વમાન્ય હોવા છતાં કર્મબંધના કારણોનો વિચાર પછીના શ્વેતામ્બર સાહિત્યમાં અને દિગંબર સાહિત્યમાં જુદી જ રીતે છે અને જુદી જ ભૂમિકાએ થયો છે, એ નિર્વિવાદ છે. પ્રસ્તુતમાં યોગ પણ કર્મબંધનું કારણ છે તેનો નિર્દેશ જ નથી એ ધ્યાનમાં લઈએ તે પ્રજ્ઞાપનાની વિચારણાનો સ્તર પ્રાચીન છે તે જણાયા વિના રહેશે નહિ. કર્મપ્રદેશની ચર્ચા પ્રજ્ઞાપનામાં છે જ નહિ તેથી તેના સાથે સંકળાયેલ યોગની કારણતાનો નિર્દેશ પ્રજ્ઞાપનામાં ન હોય તે સ્વાભાવિક છે. અનુભાવબંધની ચર્ચા પણ (૧૬૭૯) એના સ્તરની પ્રાચીનતા જ સૂચવે છે. * પ્રજ્ઞાપનામાં કર્મપ્રકૃતિના મૂળ આઠ ભેદો અનેક વાર ગણાવ્યા છે (૧૬૬૫, ૧૬૮૭, ૧૭૫૪, ૧૭૬૯, ૧૭૮૭). અને એ ભેદ તે તે પ્રકરણના પ્રારંભે ગણાવ્યા છે તેથી અનુમાન થઈ શકે છે કે પ્રજ્ઞાપનાનું આ પદ અને પછીના કર્મ સંબંધી પદો જુદાં જુદાં પ્રકરણે હતાં, જેનો સંગ્રહ પ્રસ્તુત પ્રજ્ઞાપનમાં કરી લેવામાં આવ્યો છે, એ પણ સ્પષ્ટ છે કે પ્રજ્ઞાપનાના ૨૩ માં પદને પ્રથમ
૪. વેદનાના ૧૬ અનુગકારો માટે જુઓ વખંડાગમ, પુસ્તક ૧૦, પૃ. ' '' ૧. કર્મના નિક્ષેપ માટે જુઓ પુસ્તક ૧૩, પૃ. ૩૮. ૫. કર્મને બદ્ધ અને સ્પષ્ટ તથા બદ્ધસ્કૃષ્ટ તથા સંચિત વગેરે વિશેષણે આપ્યાં
(૧૬૭૯) છે, પરંતુ કર્મના પ્રદેશબંધની ચર્ચા નથી. માત્ર પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાવની ચર્ચા જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org