________________
૨૫૩
આગિયારમાં કારમાં કયા જીવને જ આહાર અને મનથી ભક્ષણ હોય છે તેને ખુલાસો કરતાં જણાવ્યું છે કે નારકે માત્ર એજ આહાર કરે છે, મનથી ભક્ષણ કરતા નથી (૧૮૬૨). અને બધા જ દારિક શરીરી વિષે પણ એ જ નિયમ છે (૧૮૬૩). માત્ર દેવો એજ આહારવાળા અને મનથી ભક્ષણ કરનારા છે (૧૮૬૪); એટલે કે તેમને જ્યારે મનમાં આહાર લેવાની ઈચ્છા થાય કે તરત તેમની આહારકામનાની પૂતિ થઈ જાય છે (૧૮૬૪). જે સ્થાને જીવની ઉત્પત્તિ થવાની હોય ત્યાં જે આહાગ્ય પગલે હોય તેને આહાર તે જ આહાર. અપર્યાપ્ત જીવને આ આહાર જ સંભવે છે—એવું સ્પષ્ટીકરણ ટીકાકાર કરે છે (પત્ર ૫૧૦). આ ચર્ચાને અંતે સૂત્રકૃતાંગની નિયુક્તિની નિમ્ન ગાથાઓ ટીકાકારે ઉદ્ધત કરી છે, તે આ પ્રકરણના સારરૂપ છે :
"सरीरेणायाहारो तयाय फासेण लामआहारो ।। पक्खेवाहारा पुण कावलियो होइ नायव्वा ॥१७१॥ ओयाहारा जीवा सव्वे अपजत्तया मुणेयव्वा । पजत्तगा य लामे पख्खेवे हेति भइयव्वा ॥१७२॥ एगिदियदेवाण नेरइयाण च नत्थि पक्खेवा । सेसाण जीवाण संसारत्थाण पक्खेवा ॥१७३॥
लोमाहारा एगिदिया उ नेरइयसुरगणा चेव । सेसाणं आहारो लोमे पक्खेवओ चेब ।। . ओयाहारा मणभक्खिणो य सव्वे वि सुरगणा होंति । सेसा हवंति जीवा लोमे पक्खेवओ चेव ॥
અંતિમ બે ગાથાઓ મુદ્રિત સૂત્રકૃતંગનિયુક્તિમાં મળતી નથી.
પ્રસ્તુત પદમા બીજા ઉદેશામાં ૧૩ કારોની અપેક્ષાએ (૧૮૬૫) છો આહારક છે કે અનાહારક, આ બે વિકલ્પોની ચર્ચા કરી છે. આમાં આહારના પ્રથમ ઉદેશમાં નિર્દિષ્ટ આહારના ભેદોની કેઈ ચર્ચા નથી (૧૮૬૬-૧૯૦૭). પણ વિશેષતા એ છે કે તેમાં આહારક અને અનાહારક એ પદોને અધારે છે ભંગેની રચના કરીને તે તે છવમાં કેટલા ભંગે લાભે તેનું નિરૂપણ કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org