________________
૨૫૨
આત્મપ્રદેશથી સ્પષ્ટ હોવા જરૂરી છે (૧૭૯૭–૧૮૦૦). નારકમાં માટે ભાગે અશુભ વિપાકવાળા વર્ણાદિનું ગ્રહણ થાય છે. (૧૮૦૧). આહારના પુદ્ગલાનુ ગ્રહણ સવ દિશાથી થાય છે (૧૮૦૨). થયા પછી આહાર અથે લીધેલા પુદ્ગલા. માંના અસંખ્યાતમા ભાગ આહારરૂપે પરિણમે છે અને તેના અનંતમા ભાગના આસ્વાદ લેવામાં આવે છે (૧૮૦૩). આહાર માટે લીધેલાપ બધા જ પુદ્ગલાના આહાર કરે.છે (૧૮૦૪). આહારમાં લીધેલા પુદ્ગલાના પાંચ ઇન્દ્રિયરૂપ પરિણામ થાય અને નારકને તે તે દુ:ખજનક પરિણામરૂપે જ પરિણમે (૧૮૦૫), પરંતુ દેવાને તેને સુખરૂપ પરિણામ થાય (૧૮૦૬). જેની જેટલી ઇન્દ્રિય હોય તેને તે આહાર તેટલી ઇન્દ્રિયના પરિણામરૂપે પરિણમે (૧૮૧૩, ૧૮૧૯, ૧૮૨૦, ૧૮૨૩, ૧૮૦ ૫).
નવમા દ્વારમાં આહારરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલો એકેન્દ્રિયના શરીરરૂપ હોય છે કે પછી યાવત પંચેન્દ્રિયના શરીરરૂપ હોય છે, તેની ૨૪ દડકામાં ચર્ચા છે. ચર્ચાના સાર એ છે કે જે પુદ્ગલાનુ ગ્રહણ થતું હોય છે તે ભૂતકાળમાં તેા ગમે તેના શરીરરૂપે હોય પણ વમાનમાં તે તે જે જીવને જેટલી ઇન્દ્રિય હોય તેટલી ઇન્દ્રિયવાળાનું શરીર આહારરૂપે છે, તેમ સમજવું. કારણ કે લીધેલ આહાર લેનારના શરીરરૂપે પરિણત થાય છે તેથી તેટલી ઇન્દ્રિયવાળાનુ શરીર છે તેમ કહેવાય (૧૮૫૩–૧૮૫૮)
દશમા દ્વારમાં ૨૪ દંડકના જીવામાં કોણ લામાહાર અને શ્રેણ પ્રક્ષેપાહાર કરે તેની ચર્ચામાં જણાવ્યુ` છે કે નૈરયિક, દેવા અને એકેન્દ્રિય લામાહારી છે (૧૮૫૯-૬ ૦).
દ્વીન્દ્રિયથી માંડી પોંચેન્દ્રિય મનુષ્ય અને પ્રકારના આહાર કરે છે (૧૮૬૧). એકેન્દ્રિયને માઢું હોતું નથી અને નારક-દેવના વૈયિશરીરમાં મુખ છ્તાં તેમને પ્રક્ષેપની આવશ્યકતા. ન પડે તેવો તે શરીરના સ્વભાવ છે, માટે તેમને માત્ર લામાહાર છે.એવું સ્પષ્ટીકરણ ટીકાકાર કરે છે (પત્ર પ૦૯). વળી, લામાહાર માત્ર પર્યાપ્તને જ હોય, અપર્યાપ્તને ન હોય એમ પણ ટીકાકારે ખુલાસા કર્યાં છે (પત્ર ૫૦૯).
૫. અહી ટીકાકારે સુત્રોમાં પૂર્વાપર વિરેાધ ન આવે તેમ વ્યાખ્યા કરવી જોઈએ એવું સૂચન કર્યુ`. છે. માટે આહાર માટે લીધેલા'ને અપૂર્વાંસૂત્રમાં જે અસંખ્યાતમે ભાગ કહ્યો છે તે જ અભિપ્રેત છે, ગ્રહણ કરેલા બધા જ પુદ્ગલા નહિ.—ટીકા; પત્ર ૫૦૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org