________________
૧૦
૩૩૪) ને આધારે છે. તૃતીયપદને અંતે છેલ્લા સુત્રમાં આ સૂચી છે. સ્વયં તૃતીય પદમાં ગત્યાદિ અનેક પ્રકારે વર્ગીકરણ કરીને અલ્પબહુત્વને વિચાર કર્યો છે. એ વિચારને તાળો મેળવવાને આમાં પ્રયત્ન છે અથવા તે સમગ્રભાવે જીનું અ૫બહુત્વ કેવું નકકી થાય છે તે આ સૂચીથી ફલિત કરવામાં આવ્યું છે. તેથી આનું વિશેષ મહત્ત્વ હોઈ તે અહીં આપવી ઉચિત જણાય છે. વળી, સંખ્યાની બાબતમાં મૂળમાં સામાન્ય સૂચન છે. પરંતુ ટીકાકારે તે તે સંખ્યાઓ કેટલી છે તે સમજાવવા અને તેની સંગતિ યુક્તિપૂર્વક બતાવવાને પ્રયત્ન કર્યો છે.
આ સુચી ઉપરથી જે કેટલીક બાબતે ફલિત થાય છે તે આ પ્રમાણે છે–તે કાળે પણ આચાર્યોએ જીવોની સંખ્યાનું તારતમ્ય બતાવવાને આ પ્રકારે પ્રયત્ન કર્યો છે તે મુખ્ય બાબત છે. વળી, પુરુષ કરતાં સ્ત્રીઓની સંખ્યા-પછી તે મનુષ્ય હોય કે તિર્યંચ હોય–વધારે માનવામાં આવી છે. અધોલોમાં નારકમાં પ્રથમથી સાતમી નરકમાં ક્રમે ઘટે છે. એટલે કે સૌથી નીચેના નરકમાં સૌથી ઓછા છવો છે આથી ઊલટ ક્રમ ઊર્ધ્વકના દેવામાં છે; તેમાં સૌથી નીચેના દેવમાં સૌથી વધારે જીવો છે. એટલે કે સૌધર્મમાં સૌથી વધારે અને અનુત્તરમાં સૌથી ઓછા છે. પણ મનુષ્યલોકની નીચે ભવનવાસી દે છે તેથી તેમની સંખ્યા સૌધર્મ કરતાં વધારે છે અને તેથી ઊંચે છતાં વ્યંતર દેવો સંખ્યામાં વધારે અને તેથી પણ વધારે જ્યોતિષ્કો છે, જેઓ વ્યંતર કરતાં પણ ઊંચે છે.
સૌથી ઓછી સંખ્યા મનુષ્યની છે, તેથી તે ભવ દુર્લભ ગણાય તે સ્વાભાવિક છે. જેમ ઈન્દ્રિયો ઓછી તેમ જીવોની સંખ્યા વધારે અથવા તો એમ કહી શકાય કે વિકસિત જીવો કરતાં અવિકસિત જીવોની સંખ્યા વધારે. અનાદિ કાળથી આજ સુધીમાં જેમણે પૂર્ણતા સાધી છે એવા સિદ્ધના જીવોની સંખ્યા પણ એકેન્દ્રિય જીવો કરતાં ઓછી જ છે. સંસારીની સંખ્યા સિદ્ધોથી વધી જ જાય છે. તેથી લોક સંસારી જીવથી શુન્ય થશે નહિ, કારણ પ્રસ્તુતમાં જે સંખ્યાઓ આપી છે તેમાં કદી પરિવર્તન થવાનું નથી; એ ધ્રુવસંખ્યાઓ છે.
: ૧. પ્રસ્તુત ભાગની ટીકા માટે જુઓ પ્રજ્ઞાવનાવી, વત્રે ૧ ૬૩ મ થી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org