________________
૧૮૮
નારક્રાદિ ૨૪ દડકામાં તે પાંચમાંથી કયાં કયાં કાને હાય છે તેનું નિરૂપણુ કરીને (૯૦૨-૯૦૯) તે પાંચે શરીશના બે ભેદ્દે બહુ = વત માનમાં બંધાયેલ, અને મુક્ત = પૂર્વાંકાળે બાંધીને ત્યજી દીધેલાં શરીરા વિષે વિચારણા કરવામાં આવી છે કે તેમનું સખ્યાપરિમાણુ દ્રવ્ય, ક્ષેત્ર અને કાલની અપેક્ષાએ કેટલુ છે (૯૧૦). અને પછી ૨૪ ૬ડકામાં એ બન્ને પ્રકારનાં શરીગની સંખ્યાને દ્રવ્યા દિની અપેક્ષાએ વિચાર છે (૯૧૧–૯૨૪).
કાલની દૃષ્ટિએ સખ્યા એટલે સૂત્રમાં જણાવેલ કાલમાનના જેટલા સમય થતા હેાય તેટલા સમય જેટલી તે સખ્યા સમજવી. અને તે જ પ્રમાણે ક્ષેત્ર એટલે તે તે સૂચિત ક્ષેત્રમાં જેટલા આકાશપ્રદેશ હાય તેટલી સખ્યા ક્ષેત્રની અપેક્ષાએ સમજવાની છે. અસંખ્યાત અને અનંત સંખ્યા ક્રમશઃ અસ`ખ્યાત અને અનંતપ્રકારની સભવે છે, તેથી સામાન્ય રૂપે અસંખ્ય કે અનંત કહેલ, છતાં તે સંખ્યા કયા પ્રકારની અસંખ્ય કે અનંત સમજવી તે દર્શાવવા માટે વચ્ચે વચ્ચે અનેક જાતનાં સમીકરણો સૂત્રમાં સૂચવ્યાં છે, તે ગણિતમાં રસ ધરાવનાર માટે પણ રસપ્રદ થઈ પડે તેવાં છે. ટીકાકારે તેની વિસ્તૃત સમજૂતી આપી છે.
ઔદારિક આદિ શરીરવાચક શબ્દોના અર્થ તેના પ્રયેાજનની દષ્ટિએ ટીકાકારે સમજાવ્યા છે, તે પ્રમાણે જોઇએ તે જે માંસ-અસ્થિ-આદિયુક્ત સ્થૂલ શરીર છે તે ઔદારિક છે, છતાં તે શરીર પ્રધાન પણ છે, કારણ કે સૌથી ઊંચે વસનારા અનુત્તર વિમાનના દેવા કરતાં પણ તે શરીરનુ` મહત્ત્વ એટલા માટે વધારે છે કે તે ઔદારિક શરીર જ એવું છે જે તીથકર આદિને હાય છે, અને દેવાને દુર્લભ તે શું પણ સંભવતું જ નથી; નારક અને દૈવ સિવાયના વેાને આ શરીર જન્મથી હાય છે.
વળી, ઔદારિક આદિ શરીર જે ક્રમે નિર્દિષ્ટ છે. તે ક્રમે જ ઉત્તરાત્તર સૂક્ષ્મ છે. પ્રદેશેાની સંખ્યા ઉત્તરાત્તર શરીરેામાં વધારે છતાં ક્રમે કરી ઉત્તરોત્તર સુક્ષ્મ છે, એ વસ્તુ ટીકાકારે જણાવી છે.
જે શરીર વિવિધ પ્રકારની ક્રિયા કરી શકે છે, એટલે કે અનેક પ્રકારનાં રૂપે ધારણ કરી શકે છે તે, વૈક્રિય છે. આ શરીર દેવ-નારકને જન્મથી છે અને મનુષ્યને ઋદ્ધિરૂપે પ્રાપ્ત થાય છે.
ચતુર્દશપૂર્વી' મુનિ પ્રયેાજન ઉપસ્થિત થયે યેાગમલથી જેની રચના કરે છે તે આહારક શરીર છે. કોઇ બાબતની શંકા ઉપસ્થિત થયે સમાધાન અર્થે તીથ કર પાસે જવા માટે આ શરીરને ઉપયાગ છે.
શરીરમાં જે તેજસ અર્થાત્ પાચન આદિમાં અગ્નિનું કાર્યાં કરે છે તે તેજસ શરીર છે. અને કનિમિ`ત જે સૂક્ષ્મ શરીર છે તે કામ`ણુ-આ એ શરીર જીવથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org