________________
આ કલા જ મુખ્યરૂપે કર્મબંધનું કારણ છે, તેથી પ્રસ્તુતમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણેય કાળમાં આઠેય કેમપ્રકૃતિના ચયનનાં સ્થાન–પ્રકારો વીશે દંડના છમાં ચારે કષાય જ છે. માત્ર ચયન જ નહિ પણું ઉપચયન, બંધ, ઉદીરણ, વેદના અને નિર્જરાનાં પણ ચારેય કષાયો જ સ્થાને છે (૯૬-૯૭૧).
કષાયપ્રકરણને અંતે વિષય નિદર્શક સંગ્રહણીગાથા આપવામાં આવી છે.
પંદરમું ઇન્દ્રિય પદ: ઇન્દ્રિયનિરૂપણ જીવના પરિણામોમાં ઈન્દ્રિવપરિણામને પણ નિદેશ છે. ગણનામાં કષાય પૂ ઈદ્રિયપરિણામને નિર્દેશ છે (૯૨૬), પરંતુ નિરૂપણમાં પ્રથમ કષાયને ચૌદમાં પદમાં સ્થાન આપ્યું અને ઇન્દ્રિયને તે પછી પંદરમાં પદમાં. આથી સિદ્ધ થાય છે કે આર્ય શ્યામાચા જુદાં જુદાં પ્રકરણે, જે પરંપરાપ્રાપ્ત હતાં, તેનું પિતાની રીતે સંકલન-સંપાદન કર્યું છે. આ જ બાબતના સમર્થનમાં લેશ્યા (૫દ ૧૭), સમ્યકત્વ (પદે ૧૯), ઉપલેગ (પદ ૨૯), ઔહી-અવધિજ્ઞાન (પદ ૩૩), એ પરિણમે છતાં ક્રમે એક સાથે તેમનું નિરૂપણ નથી એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે. મા ઉપયોગ પદમાં ખરી રીતે અવધિજ્ઞાન પણ છે જ. પરંતુ અવ. ધિજ્ઞાનને જુદા પદરૂપે લેવામાં આવ્યું છે તે સૂચિત કરે છે કે અવધિજ્ઞાન વિષેની જુદી સ્વતંત્ર વિચારણા ચાલી આવતી હશે, તેથી તેને સ્વતંત્ર પદમાં સંગૃહીત કરવાનું શ્યામાચાયે ઉચિત માન્યું છે.
' અહીં ઇન્દ્રિય વિષેની વિચારણા બે ઉદ્દેશામાં કરવામાં આવી છે. તેમાં પ્રથમ ઉદેશમાં ૨૪ દ્વારા અને બીજા ઉદ્દેશમાં ૧૨ દ્વારે છે. પ્રથમ ઉશના પ્રારંભમાં જ તેનાં ૨૪ દ્વારેને નિર્દેશ કરી દેવામાં આવે છે (૯૭૨). સૌપ્રથમ ઇન્દ્રિયે પાંચ છે (૯૭૩), એમ જણાવી તે વીશે વિષયોની ચર્ચા ક્રમે કરી કરવામાં આવી છે. તેમાં પ્રથમ છ દ્વારની એટલે કે સંઠાણ-સંસ્થાનથી માંડીને અબદુત્વ સુધી ચર્ચા સમાર કરીને તે છયે કારેને વિચાર ૨૪ દંડકામાં કરવામાં આવ્યા છે (૯૯૩-૯૮૯). અને પછી સાતમા દ્વાર પુરું (સ્કૃષ્ટ)થી માંડીને વિષય નામના નવમા ઠારનું વિવરણ કરવામાં આવ્યું છે (૯૯૦-૯૯૨). આ દ્વારમાં દંડવિચાર નથી. તે દ્વારેનો વિષય એ છે, જેમાં ૨૪ દંડકને લગતે વિચાર અશક્ય જ છે એમ તે મને કહેવાય, પણું એ બાબતની પરંપરા કોઈ સ્થિર નહિ થઈ હોય તેથી તે ચર્ચા કરવામાં નથી આવી એમ લાગે છે.
''
'
E
-
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org