________________
૧૦૮ ચૌદમું “કષાય ૫૯ : કષાયનિરૂપણ
આ પદમાં ક્રોધ, માન, માયા અને લેભ એ ચારે કષાયે (૫૮)જીના વીશે દંડકોમાં સંભવે છે (૫૯) એમ જણાવીને કષાયની આત્મામાં, ૫રમાં, ઉભયમાં પ્રતિષ્ઠા અને અપ્રતિષ્ઠા વીશે દંડકના સકલ જીવોની અપેક્ષાએ દર્શાવી છે (૯૬૦). આમાં ક્રોધના ભાજન-અભાજનની અપેક્ષાએ પ્રતિષ્ઠા-અપ્રતિષ્ઠા શબ્દનો પ્રયોગ છે. ઘણીવાર એવું બને છે કે અકારણ કષાય થાય છે ત્યારે કષાયનું પાત્ર કાઈ હોતું નથી. તે અપ્રતિષ્ઠિત કષાય છે, એમ ટીકાકારે આ આ બાબતમાં સ્પષ્ટીકરણ કર્યું છે.
ક્ષેત્ર, વસ્તુ, શરીર અને ઉપાધિને લઈને કષાયની ઉત્પત્તિ સકલ સંસારી છોના વીશે દંડકમાં છે (૯૬ ૧).
કષાયોના ઉત્તરભેદોમાં અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્યલન એવા ઉત્તરોત્તર મંદ, મંદતર કષાયો છે (૯૬૨). વળી, તેના આભોગનિવર્તિત, અનાભોગનિર્વતિત, ઉપશાંત અને અનુશાંત-એવા પણ ભેદ છે (૯૬૩). તેમાં કારણ ઉપસ્થિત થયે, તેને સમજીને કષાય કરવો તે આભેગનિર્વતિત છે. અને વગર સમજે કષાય કરે તે અનાગનિર્વતિત છે. ક્ષાયને ઉદય ન થાય ત્યાં સુધી તે ઉપશાંત કહેવાય અને ઉદયાવસ્થામાં તે અનુપશાંત કહેવાય છે.
જૈન આગમમાં આત્માના દોષોનું વર્ણન અનેક રીતે કરવામાં આવ્યું છે. અને તે દોષોને સંગ્રહ પણ જુદી જુદી રીતે કરવામાં આવે છે. તેમાં એક સંગ્રહપ્રકાર રાગ-દ્વેષ-મોહ એ છે, પરંતુ કર્મસિદ્ધાન્તમાં ઉક્ત ચાર કષાયોને અને મેહને આધારે જ વિચારણું થઈ છે, તેથી તે સંગ્રહપ્રકાર જૈનસંમત દોષવર્ણનનું અંતિમ રૂપ હોય એમ જણાય છે.?
આ પૂર્વેના પદમાં આત્માના વિવિધ પરિણામે દર્શાવ્યા છે, તેમાં જ કષાય એ પણ એક પરિણામ છે તેની નોંધ લેવી જોઈએ (૯૨૬). ૧. ગણધરવાદ, પ્રસ્તાવના, પૃ૦૧૦. ૨. પ્રેયસ્ અને ષ તથા ચાર કક્ષાના વિસ્તૃત વર્ણન માટે “કસાયપાહુડ તેની
ટીકાઓ સાથે જોવું.
-
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org