________________
૨૦૨
આ
ક્રમ ઉત્તરોત્તર ઉત્કૃષ્ટમાં પણ સમજી લેવાના છે. અને પરસ્પરમાં જધન્ય—ઉત્કૃષ્ટ વિષે પણ એમ સમજવાનું છે કે સ્પર્શે ન્દ્રિયના ઉપયેાગના જે જધન્ય કાળ છે તેથી વિશેષાધિક ચક્ષુના ઉત્કૃષ્ટ ઉપયેગકાળ છે. પછી ક્રમે તેથી વિશેષાધિક ઉત્કૃષ્ટ કાળ શ્રો,ત ધ્રાણુ, જિદ્દવા અને સ્પર્શેન્દ્રિયને છે.
૨૪ દડકોના જીવેામાં ઇન્દ્રિયા વડે આગાહણા (અવગ્રહણ) = પરિચ્છેદ, અવાય, ઈહા, ઉગૃહ (અવગ્રહ) -અ અને વ્યંજન બન્ને પ્રકારો—વડે એનુ નિરૂપણુ છે (૧૦૧૪-૧૦૨૩). આમાં ધ્યાન દેવા જેવુ એ છે કે જે દ્વારા પ્રારભમાં (૧૦૦૬) નિર્દિષ્ટ છે તેમાં ઈહા પછી વ્યંજનાવગ્રહના નિર્દેશ છે. પણ નિરૂપણમાં (૧૦૧૭) અવગ્રહના બે પ્રકારો જણાવી પછી બન્નેનુ નિરૂપણુ છે. વળી જ્ઞાનના જે ક્રમ તત્ત્વા સૂત્ર, નદી આદિમાં સ્વીકૃત થઈ ગયા છે, તે ક્રમમાં પણ નિરૂપણું નથી પણ વ્યુત્ક્રમ છે. વળી, એ પણ ધ્યાનમાં લેવું કે માત્ર ચાર ઈન્દ્રિયાના જ વ્યંજનાવગ્રહ છે, ચક્ષુના નથી (૧૦૧૮) અને અર્થાવગ્રહ તે છ પ્રકારના છે, જેમાં પાંચ ઇન્દ્રિયા ઉપરાંત, નાઇન્દ્રિય = મન પણ સમાવિષ્ટ છે (૧૦૧૯). પરંતુ અવગ્રહણ (૧૦૧૪), ઈહા (૧૦૧૬) અને અવાય (૧૦૧૫) ના માત્ર ઇન્દ્રિયાના પાંચ ભેદે પાંચ પ્રકારોનું જ કથન છે. સારાંશ કે અવગ્રહણુ, અવાય અને ઇહાને માત્ર ઇન્દ્રિયાનાં ગણાવ્યાં, અનિન્દ્રિયનાં નહિ; પરંતુ ઉગૃહ (અવગ્રહ)માં ઇન્દ્રિય–અનિન્દ્રિય બન્નેને લક્ષમાં લીધા છે. આ ઉપરથી શું એમ સમજવુ` કે ઈડા, અવાય અને અવગ્રહણુમાં મનને ઉપયોગ અભિપ્રેત નથી ? પછીના કાળે મનઃકૃત પણ ભેદ ઈહા અને અવાયના પડે જ છે, જે આમાં નથી. વળી, ધારણા નામના ભેદ તે સવથા નિર્દિષ્ટ નથી એ પણ ધ્યાનમાં લેવા જેવુ છે. શુ' એમ અને કે ૧૦૧૪ માસૂત્રમાં આગાહા-અવગ્રહણની જે વાત છે તેથી ધારણા અભિપ્રેત હાય ? કારણ કે આગાણા અને ઉગૃહ-એ બન્નેને પ્રસ્તુતમાં જુદા ગણાવ્યા છે. અને ઉગૃહના વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ એવા જે ભેદ પાડવા તેથી તે તે અવગ્રહ સિદ્ધ થાય છે, અને આગાહણા-અવગ્રહણ તેથી જુદું નિર્દિષ્ટ છે, તેા તેથી ધારણા અભિપ્રેત હોય એમ સભવે. એટલુ નક્કી કે પ્રસ્તુતમાં જ્ઞાનનિરૂપણું આ સ્તર પ્રાચીન છે.
આ પછી ઇન્દ્રિયાના ભેદી વળી જુદી રીતે કર્યાં છે : દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય (૧૦૨૪); પરંતુ વિલક્ષણતા એ દેખાય છે કે તત્ત્વાર્થ સૂત્રમાં પાંચે દ્રવ્યેન્દ્રિયોના નિવૃત્તિ અને ઉપકરણ એવા બે ભેદા કર્યાં છે, એટલે દશ દ્રવ્યેન્દ્રિય થાય (તત્ત્વાર્થસૂત્ર ૨. ૧૭).
૨. નદીસૂત્ર, પર, ૫૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org