________________
- પ્રકારની ગતિ છે એવો અર્થ નથી સમજવાને એમ આચાર્ય મલગિરિને અભિપ્રાય
છે. પણ અન્ય મત પ્રમાણે તેથી ઊલટું છે. તેને વિષે મલયગિરિ કહે છે કે આ કેમ સંભવે તે અમને સમજાતું નથી-ચે તુ વ્યાજતે પૃથ્રતિવરા નામ येन प्रयत्नविशेषात् क्षेत्रप्रदेशान् स्पृशन् गच्छति, अस्पृशद्गतिपरिणामो येन क्षेत्रप्रदेशानस्पृशन्नेव गच्छति-तन्न बुध्यामहे, नभसः सर्वव्यापितया तत्प्रदेशसंस्पर्शव्यतिरेकेण गतेरसम्भवात् । बहुश्रुतेभ्यो वा परिभावनीयम्" प्र० टीका, पत्र २८९ अ ।
આચાર્ય મલયગિરિએ સ્પૃશગતિ અને અસ્પૃશગતિનું દૃષ્ટાંત આપ્યું છે. કે તળાવમાં જ્યારે ઠીકરી તિરછી દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે તે વચ્ચે વચ્ચે જલને સ્પર્શ કરતી અને સ્પર્શ ન કરતી એમ જાય છે. પ્રસ્તુતમાં મતાન્તર થવાનું કારણ એ જણાય છે કે આકાશનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું અને તેને પ્રદેશને સ્વીકારવામાં આવ્યા, તે પહેલાં પ્રસ્તુત ચર્ચા પરંપરામાં થઈ હશે તે એમની એમ ચાલી આવી છે. આ અસંગતિનો તાકિક ખુલાસો કરવાનો પ્રયત્ન ઉપાધ્યાય યશવિજયજીએ અસ્પૃશગતિવાદમાં કર્યો છે. આ ખુલાસે એટલા માટે પણ જરૂરી હતો કે એક તરફ એમ માનવામાં આવ્યું કે સિદ્ધના જીવ એક જ સમયમાં સિદ્ધિસ્થાને પહોંચી જાય છે, પરંતુ બીજી તરફ એમ કહેવામાં આવ્યું હતું કે જીવન મૃત્યુસ્થાન અને સિદ્ધિસ્થાન વચ્ચે અસંખ્યાત આકાશપ્રદેશનું અંતર હોય છે. અને ગતિનિયમ એવો છે કે એક પ્રદેશથી બીજા પ્રદેશમાં પહોંચતાં એક સમય લાગે છે. એટલે સિદ્ધિગતિમાં પ્રસ્થાન કરનારા જીવને ઓછામાં ઓછા અસંખ્યાત સમય તો થવા જ જોઈએ. આ અસંગતિ ટાળવા માટે અસ્પૃશગતિને આશ્રય લેવામાં આવ્યા છે. આ સમગ્ર ચર્ચા એક મુદ્દા ઉપર. તે આપણું ધ્યાન કેન્દ્રિત કરે જ છે કે જૈનધર્મની માન્યતાઓમાં કઈ એક જ કાળે બધું કહેવાઈ ગયું હતું અથવા તો મનાઈ ગયું હતું એમ માની લેવાનું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org