________________
૧૩૮
માને છે. આ વિષે જૈન મતનું સ્પષ્ટીકરણ આવશ્યક હતું તે આ પદમાં કરવામાં આવ્યું છે. અન્ય દર્શનેમાં માત્ર સંખ્યાનું નિરૂપણ છે, જ્યારે પ્રસ્તુતમાં તે સંખ્યાને વિચાર અનેક દૃષ્ટિએ કરવામાં આવ્યું છે. મુખ્ય વિચારતંતુ તારતમ્મનું નિરૂપણ એટલે કેણ કેનાથી ઓછી કે વધારે છે, તે છે. પરંતુ પ્રસ્તુતમાં એ વિચારણે અનેક રીતે કરવામાં આવી છે.
પૂર્વાદિમાંથી કઈ દિશામાં જ વધારે છે અને કઈ દિશામાં એાછા–એમ દિશાને આધારે પ્રથમ વિચારણા છે. વળી, તેમાંની કઈ દિશામાં તે તે પ્રકારના જીવોમાં ઓછા-વધતા છે તેને વિચાર છે, એટલું જ નહિ પણ છવોના તે તે પ્રકારના ભેદ-પ્રભેદોમાં પણ પરસ્પર કઈ દિશામાં ઓછા વધતા છે, તેનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે (૨૧૩–૨૨૪).
તે જ પ્રમાણે ગતિ (૨૨૫), ઈન્દ્રિય (૨૨૭), કાય (૨૩૨), યોગ (ઉપર) ઇત્યાદિ અનેક રીતે જીવના જે પ્રકારે છે તેમાં સંખ્યાને વિચાર કરીને છેવટે સમગ્ર જીવના જે વિવિધ પ્રકારે છે તેમાં કયો પ્રકાર ક્રમમાં સૌથી ઓછી સંખ્યાવાળો અને સંખ્યાક્રમે ઉત્તરોત્તર કયા જી વધારે છે અને છેવટે સૌથી વધારે કેણ છે તે રીતને સમગ્ર જીવોને સંખ્યાક્રમ નિર્દિષ્ટ છે (૩૩૪).
માત્ર જીવોનું જ નહિ પણ ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યોનું પણ પરસ્પર સંખ્યાબત તારતમ્ય નિરૂપવામાં આવ્યું છે અને તે તારતમ્ય દ્રવ્યદૃષ્ટિએ (ર૭૦) અને પ્રદેશદૃષ્ટિએ વિચારાયું છે (૨૭૧). પરસ્પર ઉપરાંત તે તે ધર્મોસ્તિકાય આદિ પ્રત્યેક દ્રવ્યમાં પણ ઉક્ત બે દૃષ્ટિથી સંખ્યાવિચાર છે (સૂત્ર ર૭૨). અને છેવટે અને બંને દૃષ્ટિએ યે દ્રવ્યના તારતમ્યનું નિરૂપણ છે (૨૭૩).
પ્રારંભમાં દિશાને મુખ્ય રાખીને સંખ્યાવિચાર છે તો આગળ જઈ ઊર્ધ્વ, અધ: અને તિર્યગૂ લોક એમ ત્રણ લોકની દૃષ્ટિએ સમગ્ર જીવોના પ્રકારને સંખ્યાગત વિચાર છે (૨૭૬).
જીવોની જેમ પુદ્ગલોની સંખ્યાનું તારતમ્ય પણ તે તે દિશામાં, તે તે ઊર્વે લોકાદિ ક્ષેત્રમાં તે નિરૂપિત થયું જ છે, ઉપરાંત દ્રવ્ય, પ્રદેશ અને બંને દૃષ્ટિએ પણ પરમાણુ અને સ્કંધની સંખ્યાનો વિચાર છે (૩૨૬-૩૩૦). અને તે પછી પુગલેની અવગાહના, કાલસ્થિતિ તથા તેમના પર્યાયની દૃષ્ટિએ પણ સંખ્યાવિચાર છે (૩૩૧-૩૩૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org