________________
૧૫૮
પ્રદેશાની સખ્યા જેટલા આકાશપ્રદેશ રોકે છે. અને ક્રમે ધટે તે યાવત્ આકાશના એક પ્રદેશમાં પણ સંખ્યાતપ્રદેશી સ્કંધ સમાઈ શકે છે (૫૦૭–૮). અને અસ ખ્યાતપ્રદેશી કધ એક પ્રદેશથી માંડીને અસખ્યાત પ્રદેશ કી શકે છે (૫૦૯). પણ અનંતપ્રદેશી સ્કંધ એકથી માંડી અસંખ્યાત પ્રદેશમાં જ સમાઈ શકે છે; તેને અનંત પ્રદેશની જરૂર નથી (૫૧૦). આમ માનવાનું કારણ એ છે કે લાકાશના પ્રદેશા તો અસંખ્યાત જ છે, તેથી અનંતપ્રદેશી સ્પધને તેટલા જ પ્રદેશામાં સમાઈ જવુ પડે છે, કારણ કે લેાકાકાશની બહાર તા આકાશ સિવાય કાઈ દ્રવ્ય છે જ નહિ. આ બાબતને પ્રદીપદૃષ્ટાંતથી પણ સમજાવવામાં આવે છે.
પરમાણુની જેમ સ્ક ંધાની સ્થિતિ પણ એક સમયથી માંડી અસંખ્યાત કાળથી વધારે નથી. પરમાણુની જેમ સ્ક ંધાના પણ વક્તિ પર્યાયના અનંત જ છે (૫૦૫-૫૧૦).
આમ પ્રથમ પરમાણુથી માંડીને અનતપ્રદેશી સ્મુધાના પર્યાયાને જે વિચાર થયા, તેમાંથી ફલિત એ થયું કે પુદ્ગલા આકાશના એક પ્રદેશમાં, એ પ્રદેશમાં, યાવત સખ્યાત પ્રદેશમાં અને અસખ્યાત પ્રદેશમાં સમાવેશ પામે છે, તે જ પ્રમાણે એક સમયથી માંડીને યાવત અસંખ્યાત કાળની સ્થિતિ ધરાવે છે. તેથી એકપ્રદેશાવગાઢથી માંડીને અસ ખ્યાતપ્રદેશાવગાઢ (૫૧૧-૫૧૪) અને એકસમયસ્થિતિથી માંડીને અસંખ્યાતસમયસ્થિતિક પુદ્ગલાના પર્યાયેા વિષે (૫૧૫-૫૧૮) પણ જુદી વિચારણા કરીને તે બધાયના પર્યાયેા પણ અનંત છે તેમ જણાવી દીધું. આમાં પણુ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની દૃષ્ટિએ જ વિચાર છે. એ જ ન્યાયે વણું આકૃિત પુદ્ગલના જે ભેદો છે, તેમાં પણ અનંત પર્યાય સિદ્ધ કર્યા છે (૫૧૯–પર૪). આ ઉપરાંત અવગાહના, સ્થિતિ અને વર્ણાદિકૃત જે ભેદો છે તેના જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા માત્ર ત્રણ ભેદ પાડીને તેમના પર્યાયાને પણ અનંત કહ્યા છે (પર૫–૫૫૮). આમ અનેક રીતે એક જ વાત કહેવામાં આવી છે કે પુદ્ગલના પર્યાયે અનત છે.
*
વિશેષમાં એ જાણવું જરૂરી છે કે પરમાણુવાદી ન્યાય—વૈશેષિકા પરમાણુને નિત્ય માને છે; તેના પરિણામેા માનતા નથી; જ્યારે જૈના પરમાણુને પરિણામી નિત્ય માને છે. તે સ્વતંત્ર હોય ત્યારે પણ તેમાં પરિણુામા થાય છે, તે પ્રસ્તુત અને પ્રથમ ૯. યુક્તિ અને પ્રદીપદૃષ્ટાંત માટે પ્રજ્ઞાવનાટીા, પત્ર ૨૪૨ ૬ જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org