________________
૩. સ્થિતિનામનિધત્ત આયુ : તે તે ભવમાં સ્થિર કરનાર જે કમ ઉદયમાં હોય તે સ્થિતિનામ છે. તેને ગતિ, જાતિ અને શરીરાદિ નામકર્મથી ભિન્ન સમજવાનું છે, કારણ કે તેમનો જુદે ઉલ્લેખ કરવામાં આવ્યો જ છે (જુઓ નં. ૧, ૨, ૪ આદિ). એ સ્થિતિ સાથે જે આયુ નિધત્ત હોય તે સ્થિતિનામનિધત્ત આયુ છે.
૪. અવગાહનાનામનિધત્ત આયુ : અવગાહના એટલે જેમાં જીવ અવગાહીને રહે . અર્થાત શરીર-દારિકાદિ પાંચ શરીર–નામકર્મની ઉત્તર પ્રકૃતિઓ છે. તેમની સાથે જે આયુ નિધત્ત હોય તે અવગાહનાનામનિધન આયુ છે.
પ. પ્રદેશના મનિધત્ત આયુ : કમપરમાણુઓ પ્રદેશ કહેવાય છે. જે કર્મોને અનુત્ત્વ માત્ર પ્રદેશરૂપે થાય એટલે કે જેને વિપાકોદય નહિ પણ પ્રદેશોદય હેય છે તેવા પ્રદેશો સાથે જે આયુ નિધત્ત હોય તે પ્રદેશના મનિધત્ત આયુ છે.
૬. અનુભાવનામનિધત્ત આયુ : કર્મના વિપાક-ફળને અનુભાવ કહેવામાં આવે છે. પ્રસ્તુતમાં તે વિપાક તેના પ્રકૃષ્ટ રૂપમાં સમજવાનું છે. એટલે કે પ્રકૃષ્ટ વિપાક દેનારા કર્મની સાથે જે આયુ નિધત્ત હોય તે અનુભાવનામનિધત્ત આયુ છે.
પ્રસ્તુતમાં આચાર્ય મલયાગિરિ સ્પષ્ટીકરણ કરે છે કે આયુના આ ભેદો કરવાનું રહસ્ય એ છે કે ઉક્ત જાતિ, ગતિ આદિમાં આયુકમ પ્રધાન છે, કારણ કે તેનો ઉદય થવાથી જ તે તે જાતિ આદિ કર્મને ઉદય થાય છે.
સાતમું “ઉજ્જુવાસ પેદ : જીવોના ધા છુવાસ આપણે જાણીએ છીએ કે જીવનધારણ માટે શ્વાસોચ્છુવાસનું ઘણું મહત્ત્વ છે. પ્રસ્તુત સાતમાં પદમાં સિદ્ધિ સિવાયના બધા જ સંસારી જીવોના શ્વાસેછૂવાસના કાલની ચર્ચા છે. આ સમગ્ર ચર્ચા ઉપરથી જે એક વાત ફલિત થાય છે તે તરફ આચાર્ય મયગિરિએ ધ્યાન દોર્યું છે. અને તે યથાર્થ જ છે કે જેમ દુઃખ વધારે તેમ શ્વાસે છૂવાસ વધારે અને અત્યંત દુઃખીને તો તે નિરંતર જ ચાલ્યા કરે; અને જેમ સુખ વધારે તેમ શ્વાસે છૂવાસની–ક્રિયાનો વિરહકાલ ૬. પ્રજ્ઞાવનારી, પત્ર ૨૭ એ. १. "अतिदुःखिता हि नैरयिकाः, दुःखितानां च निरन्तरं उच्छवासनिःश्वासौ, तथा
लोके दर्शनात् ।” प्रज्ञापनाटीका, पत्र २२० ब ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org