________________
૧૩૭
(૫) ઉવરિમ શૈવયકદેવી પર્યાપ્ત અપર્યાપ્ત (ર૦૯) . (૯૬) અનુત્તરીપપાતિદેવો ૧૩ ,, . (૨૧૦) (૭) સિદ્ધો
(૧૧) સૌથી ઉપર પ્રશ્ન થાય કે અજીવન સ્થાન વિષે વિચાર કેમ નથી કર્યો ? એમ જણાય છે કે જેમ જીવોના પ્રભેદોમાં અમુક નિશ્ચિત સ્થાન કલ્પી શકાય છે તેમ પુદ્ગલ વિષે નથી. પરમાણુ અને કંધે સવગ્ર કાકાશમાં છે અને તેમનું સ્થાન કેઈ નિશ્ચિત નથી. ગમે ત્યારે ગમે ત્યાં હોય એમ સંભવે છે કે પાંચમા પદમાં તેમની અવગાહનાના અનેક રીતે વિચાર કરવામાં આવ્યું છે. એક રીતે તે તેમના સ્થાનનો વિચાર કહી શકાય. પણ “સ્થાન માં જે પ્રસ્તુતમાં અભિપ્રેત છે તેવું નિશ્ચિત કોઈ સ્થાન પુદ્ગલ વિષે કપી શકાતું નથી. તેથી તેમના સ્થાન વિષે પ્રસ્તુતમાં ચર્ચા જરૂરી નથી. વળી, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશના સ્થાનની જુદી ચર્ચા જરૂરી નથી, કારણ, પ્રથમ બેને તે સમગ્ર કવ્યાપી માનવામાં આવ્યા છે અને આકાશ તે અનંત છે. એટલે પ્રસ્તુતમાં છે તેવી ચર્ચા તેમને વિષે જરૂરી નથી.
પખંડાગમમાં જીવોના સ્થાન–ક્ષેત્રની ચર્ચા આવે છે, પણ તેમાં જીવોનું ક્રમે કરી પ્રજ્ઞાપનાની જેમ નહિ પણ ગતિ આદિના ભેદમાં નિરૂપણ છે. પુસ્તક ૭, પૃ. ર૯૯ થી ખેતાણુગામના પ્રકરણમાં આ ચર્ચા છે. તેમાં પણ સ્વસ્થાન, ઉપપાત અને સમુદ્રઘાતને લઈને સ્થાન–ક્ષેત્રનો વિચાર છે.
ત્રીજુ બહુવક્તવ્ય પદ : છો અને અજીવોનું સંખ્યાગત તારણ્ય
પ્રસ્તુત તીજા પદમાં તત્ત્વોને સંખ્યાની દષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે. ભગવાન મહાવીરના સમયમાં અને ત્યાર પછી પણ તન સંખ્યાવિચાર મહત્ત્વ ધરાવે છે. ઉપનિષદોમાં સમગ્ર વિશ્વ એક જ તત્વને પરિણામ કે વિવર્ત છે એ મત એક તરફ છે, તો બીજી તરફ છો અનેક પણ અજીવ એક જ એવો સાંખ્યોનો મત છે. બૌદ્ધો ચિત્ત અનેક માને છે અને રૂપ પણ અનેક
૧૩. વિજયાદિ પાંચને જુદા ગણાવ્યા નથી. મૂળમાં પાંચને અનુત્તરસામાન્યમાં
જ ગણાવી દીધા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org