________________
૧૫ર સચવવા આચાર્ય પ્રકરણનું નામ “વિસેસ એમ રાખ્યું હોય તેમ જણાય છે.
વળી, એક બીજી વાતનું ધ્યાન રાખવાનું છે તે એ કે સંસારી અવસ્થાના જીવોમાં કમકૃત જે અવસ્થાએ છે, એટલે કે જેને આધારે જીવ સાથે પગલે સંબદ્ધ થાય છે અને તે સંબંધને લઈને જીવની નાની અવસ્થાઓ–પર્યાય બને છે, તે પૌગલિક પર્યાયે પણ છવના પર્યાય ગણવામાં આવ્યા છે. આમ સંસારી અવસ્થામાં જીવ અને પુગલને જાણે કે અભેદ હોય તેમ માનીને જીવના પર્યાનું વર્ણન છે. જેમ સ્વતંત્ર રીતે વર્ણ, રસ, ગંધ અને સ્પર્શની વિવિધતાને કારણે પુદ્ગલના અનંત પર્યાયે થાય છે (૫૧૯-), તેમ જ્યારે તે પુદ્ગલા જીવસંબદ્ધ હોય ત્યારે તે બધા જ જીવના પર્યાયો (૪૪૦) પણ ગણવામાં આવ્યા છે. આનું કારણ એ છે કે જ્યારે જીવ સાથે તે સંબદ્ધ હોય છે ત્યારે પુદગલમાં થતા પરિણમનમાં જીવ પણ કારણ છે, તેથી તે પર્યાયે પુદગલના છતાં જીવના છે એમ માનવામાં આવ્યું છે. અને આથી જ એ સ્પષ્ટ થાય છે કે સંસારી અવસ્થામાં જીવ અને પુગલને કથંચિત્ અભેદ પણ છે. અનાદિકાળથી આ અભેદ ચાલ્યો આવે છે અને તેને જ કારણે જીવનમાં આકાર, રૂપ આદિનું વૈવિધ્ય છે; અન્યથા સિદ્ધજીવોની જેમ સૌ જીવો એકસરખા જ રહે, માત્ર વ્યક્તિભેદ રહે, પરંતુ જે વિવિધ પ્રકારે સંસારી જીવોમાં નારકાદિ રૂપે ભેદ પડે છે તે પડે નહિ. આથી તે ભેદના નિયામક તરીકે જીવ અને પુગલનો કથંચિત અભેદ સ્વીકારવામાં આવ્યું છે. જ્યારે કર્મના આવરણથી છવ મુક્ત થાય છે, ત્યારે જીવમાં કોઈ પણ પ્રકારનું પુદ્ગલનું બંધન રહેતું નથી તેથી તેમાં કઈ પણ બાહાકારને ભેદ પણ–રૂ૫ આદિને પણ-રહેતા નથી. જેમ કમના ઉદયને કારણે જીવમાં બાહ્ય આકાર-પ્રકારમાં ભેદ પડે છે અને નાના પર્યાયનું સર્જન થાય છે, તેમ જીવમાં જે તેનું સ્વરૂપ જ્ઞાનાદિ છે, તેને કારણે પણ નાના પર્યાનું સર્જન થાય છે, આમ જીવના અનંત પર્યાયની સંગતિ ગ્રંથકારે જણવી છે.
આ રીતે પ્રસ્તુત પદમાં જીવ અને અજીવ દ્રવ્યના ભેદો અને પર્યાનું નિરૂપણ છે. ભેદો વિષે તે પ્રથમ પદમાં નિરૂપણ હતું જ, પણ તે પ્રત્યેક ભેદમાં અનંત પર્યાયે છે, તેનું સૂચન કરવું એ પ્રસ્તુત પાંચમા પદની વિશેષતા છે. પ્રથમ પદમાં ભેદ બતાવ્યા હતા અને ત્રીજા પદમાં તેમની સંખ્યા જણાવી હતી, પણ તીજા પદમાં સંખ્યાગત તારતમ્યનું નિરૂપણ મુખ્ય હેઈ ક્યા વિશેની કેટલી સંખ્યા છે તે જાણવાનું બાકી રહી જતું હતું, તેથી પ્રસ્તુતમાં તે તે ભેદની સંખ્યા પણ જણાવી દીધી છે. અને પછી તે તે ભેદોના પર્યાયોની સંખ્યા પણ જણાવી દીધી છે. પર્યાયોની સંખ્યા તે બધા જ દ્રવ્યભેદોની અનંત છે. ભેદની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org