________________
૧૫૪ પણ અસંખ્યાત છે. સારાંશ કે પ્રદેશોની અપેક્ષાએ કઈ પણ એક નારક અસંખ્યાત છે એમ કહેવાય.
અવગાહનાર્થતા વડે એટલે કે જીવના શરીરની ઊંચાઈની અપેક્ષાએ વિચારવામાં આવે તો એક નારક અન્ય નારકલી હીન પણ હોય, તુલ્ય પણ હોય
અને અધિક પણ હોય. જીવપ્રદેશોની દષ્ટિએ સરખા છતાં નારકામાં શરીરની ઊંચાઈને લઈને જે ભેદ પડે છે, તે ઉક્ત ત્રણ પ્રકારનું છે. સંખ્યાની પરિભાષામાં આ વસ્તુ જણાવવી હોય તે એ જાણવું જરૂરી બને છે કે નારકની ઓછામાં ઓછી અવગાહના કેટલી? રત્નપ્રભામાં જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમો ભાગ છે અને ઉત્કૃષ્ટ સાત ધનુષ ત્રણ હાથ અને છ અંગુલ પ્રમાણે છે. આ અવગાહના ઉત્તરોત્તર બમણું વધતી જાય છે અને સાતમી નરકમાં ઉત્કૃષ્ટ અવગાહના પાંચસો ધનુષ છે. સારાંશ કે જઘન્ય અંગુલને અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ; આ બે વચ્ચેની સંખ્યાઓનું તારતમ્ય તે હીનાધિકતાનું નિયામક બને છે. તેથી કઈ નારક અન્યથી હીન હોય તે અસંખ્યાત ભાગ કે સંખ્યાતભાગ હીન હોય; અથવા તે સંખ્યા ગુણ કે અસંખ્યાતગુણ હીન હેય. અધિક હોય તે પણ ઉક્ત પ્રકારની સંખ્યાથી જ અધિક હોય. આ રીતે નારકના અવગાહનાની દૃષ્ટિએ અસંખ્યાત પ્રકારના પર્યાય બને છે.
સ્થિતિની અપેક્ષાએ વિચારવામાં આવે તે પણ અવગાહનાની જેમ જ છે. એટલે કે ઉક્ત અસંખ્યાતભાગહીન આદિ ચતુઃસ્થાનકે હીન અને અધિક હોય છે, અથવા તે તુલ્ય હોય છે. સારાંશ કે અસંખ્યાત પ્રકારે પર્યાય બને છે.
ગણાદિવની અપેક્ષાએ વિચારવામાં આવે તે તેની અનંત પર્યાયે બને છે, કારણ કે એકમુણ કૃષ્ણથી માંડીને અનંતગુણ કૃષ્ણ હવાને સંભવ છે.
આ જ બાબત ગંધ, રસ અને સ્પશને પણ લાગુ પડે છે. એટલે કે તે તે દૃષ્ટિએ નારકના અનંત પર્યાયે ઘટી શક્તા હોઈ તેના અનંત પર્યાયે છે.
આમ નારક જીવના અનંત પર્યાની સંગતિ વણું રસ-ગંધ-સ્પર્શના પર્યાયે ધ્યાનમાં લેવામાં આવે તે છે, એમ ગ્રંથકારે સ્પષ્ટ કર્યું છે.
૫
પ્રજ્ઞાપનાર, પત્ર ૧૮૧ એ.
Jain Education International
For.Private & Personal Use Only
www.jainelibrary.org