________________
૧૫૦
ગ્રંથકારે દ્રવ્યના પ્રકાર માટે પણ પર્યાય શબ્દ વાપર્યો છે (૪૩૯, ૫૦૧). આ વસ્તુ આચાય` મલયગિરિએ પણ નોંધી છે.
આમ દ્રવ્ય અને પર્યાયના અભેદ છતાં ગ્રંથકારને એ પણ સ્પષ્ટ કરવું હતું. કે દ્રવ્ય અને પર્યાયના ભેદ પણ છે, અને કોઈ એક જ દ્રવ્યના આ બધા પર્યાયેા-પરિણામેા નથી : આ બાબતની સૂચના જુદાં જુદાં દ્રબ્યોની સંખ્યા અને પર્યાયાની સંખ્યામાં જે ભેદ છે તે દર્શાવીને કરી છે, જેમ કે તેમણે નારકોને અસંખ્ય કથા (૪૩૯), પણ નારકના પર્યાયાને અનંત કહ્યા છે (૪૪૦). જીવાના જે નાના પ્રકાર છે, તેમાં વનસ્પતિ અને સિદ્ધએ એ જ પ્રકારે એવા છે, જેના દ્રવ્યાની સખ્યા અનંત છે. તેથી સમગ્રભાવે જીવદ્રવ્યા અનંત કહી શકાય, પણ તે તે પ્રકારામાં તે! ઉક્ત એના અપવાદ સિવાય બધાં જ દ્રવ્યો અસંખ્યાત છે, અનંત નહિ. અને છતાં તે બધા જ પ્રકારાના પર્યાયાની સંખ્યા અનત છે તે વસ્તુ પ્રસ્તુત પદમાં સ્પષ્ટ કરવામાં આવી છે.
ગ્રન્થકારનાં આવાં સૂચનાને આધારે જ જૈન દાઈનિકેએ તિ સામાન્ય અને ઊર્ધ્વતાસામાન્યની માન્યતા સ્વીકારી છે. વૈશિક ભેદનું જે સામાન્ય છે તે તિય સામાન્ય છે અને કાલિક ભેદોનુ જે સામાન્ય છે તે ઊર્ધ્વતાસામાન્ય છે. ઊર્ધ્વતા સામાન્ય દ્રવ્યને નામે ઓળખાય છે. ઊર્ધ્વતાસામાન્ય એક છે અને તે અભેદજ્ઞાનમાં નિમિત્ત બને છે; જ્યારે તિય સામાન્ય અનેક છે, અને તે સમાનતામાં નિમિત્ત બને છે. વસામાન્ય એ અનેક વાની અપેક્ષાએ તિ સામાન્ય છે, પણ એક જ જીવના નાના પર્યાયાની અપેક્ષાએ તે ઊર્ધ્વતાસામાન્ય છે. કાલક્રમે દાર્શનિકાએ દ્રવ્ય, પર્યાય, સામાન્ય અને વિશેષ એ બધાં વિશે અન્ય દનાની તુલનામાં જે સ્પષ્ટીકરણા કર્યાં છે, તેનાં મૂળ આ ગ્રંથમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. અને પ્રસ્તુતમાં પણ જે સ્પષ્ટતા કરવામાં આવી છે તેનું મૂળ ભગવતી જેવા અગત્ર થામાં ઉપલબ્ધ છે જ.૨
વેદાન્તની જેમ જૈન મતે જીવદ્રવ્ય એક નથી પણ અનંતસંખ્યામાં છે. એટલે જીવસામાન્ય જેવી સ્વતંત્ર એક વસ્તુ કોઈ નથી, પણ અનેક જીવામાં જે ચૈતન્યધર્માં દેખાય છે તે નાના છે, અને તે, તે તે જીવમાં જ પરિબ્યાપ્ત છે અને તે ધર્મ અવથી ને જુદો પાડનાર છે, તેથી નાના છતાં એકસરખી રીતે
૧. ટીકા, પત્ર ૧૭૯ ૬, ૨૦૨ ૬.
૨. આ વિષયની ચર્ચા માટે જુએ . ન્યાયાવતારવાતિ કવૃત્તિની પ્રસ્તાવના, પૃષ્ઠ ૨૫-૩૧; અને આગમ યુગકા જૈન દર્શન, પૃષ્ઠ ૭૬-૮૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org