________________
૧૪૬
ચાયુ ‘સ્થિતિ’ પદ્મ : જીવાની સ્થિતિ=આયુ
ચોથા પદમાં નાના પ્રકારના જવાની સ્થિતિ અર્થાત્ આયુના વિચાર છે. જીવાની તે તે નારકાદિરૂપે સ્થિતિ-અવસ્થાન કેટલા કાળ હાય તેની વિચારણા આમાં હાવાથી આ પન્નું નામ સ્થિતિ પદ છે. અર્થાત્ આમાં જીવાના જે વિવિધ પર્યાં છે, તેના આયુના વિચાર છે. જીવદ્રવ્ય તા નિત્ય છે, પણ તે જે નાના રૂપા-નાના જન્મ-ધારણ કરે છે તે પર્યાયેા તે અનિત્ય છે, તેથી તે ક્યારેક તા નષ્ટ થાય જ છે. આથી તેમની સ્થિતિના વિચાર કરવા પડે છે. અને તે પ્રસ્તુતમાં કરવામાં આવ્યા છે. જધન્ય આયુ કેટલુ અને ઉત્કૃષ્ટ આયુ કેટલુ એમ એ પ્રકારે તેના વિચાર પ્રસ્તુત છે. આમાં માત્ર સંસારી જીવાને જ આયુ હોઈ તેમના ભેને વિચાર છે. સિદ્દો તે સારીયા અપન્નચિતા’'—Tg ૭૮, ૫ ૨૪, સૂત્ર ૨૬૨) કહ્યા છે, તેથી તેમના આયુના વિચાર અપ્રાપ્ત હાઈ તે કર્યાં નથી. વળી, અજીવદ્રવ્યના પર્યાયાની સ્થિતિના વિચાર પણ આમાં નથી. કારણુ, તેમના પર્યાયે જીવના આયુની જેમ અમુક મર્યાદામાં કાલની દૃષ્ટિએ મૂકી શકાય તેમ નથી. તેથી તે વિચાર છેાડી દેવામાં આવે તે સ્વાભાવિક છે.
પ્રસ્તુત પટ્ટમાં આયુને નિર્દેશક્રમ આ પ્રકારે છે : પ્રથમ તે તે વેના સામાન્ય પ્રશ્નાર લઈને તેના આયુના નિર્દેશ છે; પછી તેના અપર્યાપ્ત અને પર્યાપ્ત ભેદોના નિર્દેશ છે, જેમ કે પ્રથમ સામાન્ય નારકનું આયુ, પછી નારકના અપર્યાપ્તનું અને ત્યાર પછી પર્યાપ્તનું આયુ નિર્દિષ્ટ છે. આ જ ક્રમે એકેક નારક આદિ લઈને સ` પ્રકારના જવાના આયુવિચાર છે.
નીચે અપાતી સૂચીમાં સામાન્યનું આયુ આપવામાં આવ્યું છે, પર્યાપ્તઅપર્યાપ્ત ભેદૅને આપ્યા નથી. વળી, આયુના વિચાર જધન્ય અને ઉત્કૃષ્ટ એમ એ પ્રકારે છે, તેથી તે અન્ને પ્રકારના સૂચીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્થિતિની જે સૂચી છે તે ઉપરથી પણ એ તેા ફલિત થાય જ છે કે પુરુષ કરતાં સ્ત્રીનું આયુ એછું છે. નારક અને દેવાનું આયુ મખ્ખુય અને તિર્યંચ કરતાં વધારે છે. એકેન્દ્રિયમાં અગ્નિકાયનું આયુ સૌથી એછું માનવામાં આવ્યું
૧.
Ëંડાગમમાં કાલાનુગમ નામે આ જ વિચાર છે (પુ॰ ૭, પૃ ૧૧૪ અને ૪૬૨) ભેદ એ છે કે ગત્યાદિ ૧૪ દ્વારા વડે એકેક વના અને નાના જીવાની અપેક્ષાએ પણ વિચારે છે. આ વિચારની તુલના ઉત્તરા૦, ૩૬.૮૦ આદિમાં સતતિની અપેક્ષાએ જે કાલવિચાર છે તેની સાથે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org