________________
૧૦૩
કોઈ એક શ્રતને અંશ નથી, વળી સ્વતંગ મૃત તરીકે પણ ગણુ નથી, યરંતુ તેનું માહાત્મ તે હતું જ, ક્રમે વધતું જતું હતું, તેથી તેને શ્રુત કે સૂત્રમાં સ્થાન તો આપવું જરૂરી હતું જ. તેથી તેને સર્વશ્રુતાંતર્ગત ગણવામાં આવ્યો. આથી સૂચિત એ પણ થાય છે કે આ મંત્ર તે રૂપમાં ક્યારેક કેઈ એ રચ્ચે હશે અથવા ક્રમે ક્રમે તેનું આવું રૂપ ઘડાયું હશે. તેના કતૃત્વ વિષે કઈ ચોક્કસ પરંપરાની નેંધ આચાર્ય ભદ્રબાહુએ નિયુક્તિમાં લીધી નથી; માત્ર તેની વ્યાખ્યા પ્રસંગે જે કારની ચર્ચા જરૂરી છે તેની નેંધ લીધી છે અને તેમાં પ્રથમ ઠાર ઉત્પત્તિ–એટલે કે નમસકારની ઉત્પત્તિ–અનુત્પત્તિ–ની ચર્ચા વિવિધ નોની અપેક્ષાએ કરી છે. તેમાંથી તેનાં ર્તા કેણ, ક્યારે–એ કશું જ ફલિત થતું નથી, પણ જેમ સમગ્ર શ્રુત વિષે શાશ્વત–અશાશ્વતની ચર્ચા નય દષ્ટિએ કરવામાં આવે છે, તેમ આ નમસ્કારમંગ વિશે પણ નયદષ્ટિએ શાશ્વત–અશાશ્વતની ચર્ચા કરી છે. અને તે બાબતમાં આચાર્ય જિનભદ્દે વિસ્તૃત ભાષ્ય રચ્યું છે. એટલે કે આમાં તે દાર્શનિક દૃષ્ટિએ શબ્દનિત્યાનિત્યની ચર્ચા જ મુખ્ય ભાગ ભજવે છે. તેની ઉત્પત્તિમાં સમુત્થાન, વાચના, લબ્ધિ૪૩ એ ત્રણ નિમિત્તોમાંથી મુખ્ય કયું તેની પણ વિસ્તૃત ચર્ચા ભાષ્યમાં જોવા મળે છે. તે ચર્ચા પણ નયદૃષ્ટિએ જ કરવામાં આવી છે. ૪૪ એટલે મુખ્ય પ્રશ્ન તે મંત્ર રચે કોણે અને કયારે રચાયો તે અજ્ઞાત જ રહે છે. અથવા તે સામાન્ય રીતે કહેવાય કે અર્થે. પદેશ ભગવાન મહાવીરે આવે અને સૂરરૂપે ગણધરોએ રચે, કારણું આ જ બાબત સમગ્ર શ્રતના કત્વ અંગે સામાન્ય છે. તાત્પર્ય કે, આચાય જિનભદ્રને મતે, અન્ય શ્રુતના કર્તાથી કોઈ જુદા કર્તા નમસ્કારમંાના નથી, કારણ, તે સર્વશ્રુતાભ્યન્તર છે.
પરંતુ મહાનિશીથ (અધ્યયન ૫), જેને ઉધાર આચાર્ય હરિભદ્દે કર્યાનું મનાય છે, તેમાં આ મંત્રના ઉદ્ધારની (કતૃત્વની નહિ) ચર્ચા છે અને તેના ઉદ્ધારને યશપ આર્ય વજીસ્વામીને આપવામાં આવ્યું છે. પરંતુ આશ્ચર્યની વાત ૪૨. આવશ્યકનિયુક્તિ, ગાથા ૬૪૪-૪૬; વિશેષાવશ્યક, ગાથા ૩૩૩૫-૩૭ અને
તે ગાથાઓની ભાષ્યગાથાઓ વિશેષાવશ્યક, ગાથા ૩૩૩૮ થી જેવી. ૪૩. આવશ્યકનિયુક્તિ, ગાથા ૬૪૬; વિશેષાવશ્યક, ગાથા ૩૩૩૭. ૪૪. વિશેષાવશ્યક, ગાથા ૩૩૫૭ થી. ૪૫. ધ્યાન દેવું જરૂરી છે કે આય વજ નમસ્કારમંત્રના ઉદ્ધારક મનાયા છે. તેનું
કતૃત્વ તે વૃદ્ધપરંપરા પ્રમાણે તીર્થકર–ગણધરોનું જ છે, જે નિયુક્તિ ભાષ્યમાં પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org