________________
૧૦૨
સારાંશ કે તીર્થકર ભગવાન મહાવીરે સામાયિક અધ્યયનનું એટલે કે તેના અર્થનું કથન કર્યું અને ગૌતમાદિ શિષ્યોએ તે સાંભળ્યું. આથી આચાર્ય ભદ્રબાહુને મતે સામાયિકના અર્થકર્તા તીર્થકર છે અને સૂત્રકર્તા ગણધર છે, આમ ફલિત થાય છે.૩૮ અને નમસ્કાર મંત્રી એ સામાયિકને પ્રારંભ છે–અથવા તે એમ કહેવાય કે શિષ્ય પ્રથમ પંચનમસ્કારમંર વડે વંદના કરે પછી હું તેને સામાયિક શ્રતને પાઠ આપવામાં આવે છે તેથી તે આવશ્યકસુગમાં સામાયિક અધ્યયનના પ્રારંભમાં મૂકવામાં આવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે મૂળે તે આવશ્યક અંશ છે કે અન્યથી આનીત છે ?
આ પ્રશ્નનો ઉત્તર આચાર્ય જિનભ આપે છે કે નંદીસરમાં પંચનામકારને પૃથફ શ્રુતસ્કંધ ગણવામાં આવ્યું નથી. છતાં પણ તે સૂરા તો છે જ. વળી, તે પ્રથમ મંગલ પણ છે, તેથી તેને સર્વસ્ત્રાન્તર્ગત ગણુ જોઈએ.૪૦ આ જ કારણ છે કે સર્વપ્રથમ નમસ્કારમંત્રની વ્યાખ્યા ક્યા પછી જ સામાયિક અધ્યયનના સૂરાની વ્યાખ્યા કરવામાં આવે છે. આ જ ક્રમ તેમણે પણ વિશેષાવશ્યકમાં અપનાવ્યો છે.
આચાર્ય જિનભદ્રની આ ચર્ચા ઉપરથી એક વાત તો નક્કી જણાય છે કે નમસ્કારમંત્ર એ માત્ર આવશ્યકસૂરને જ અંશ નથી, પણ સર્વ શ્રુતની આદિમાં નમસ્કારરૂપ મંગલ જ્યારથી શરૂ થયું ત્યારથી તેને સર્વપ્રથમ આવશ્યકમાં સ્થાન મળ્યું હશે, કારણ, શ્રુતમાં સર્વપ્રથમ સામાયિકને જ પાઠ આપવાની પ્રથા છે અને તે આપતાં પહેલાં મંગળ-પંચનમસ્કાર જરૂરી હોવાથી તે તેના એક અંશ. રૂપે ગયો. પણ તે તેને જ અંશ છે એમ નથી. પણ એ જ પ્રકારે જે કઈ શ્રુતનો પાઠ આપવાનો પ્રસંગ આવે ત્યારે પ્રારંભમાં તે નમસ્કાર કરવું જરૂરી હોઈ તે સર્વત્રુતાંતર્ગત ગણાય. આ ઉપરથી એક વાત તે નક્કી થાય છે કે તે ૩૮. સામાન્ય માન્યતા પ્રમાણે તો બધા જ તીર્થકરે સામાયિકનો ઉપદેશ આપે
છે-નિયુક્તિ, ગાથા ૨૩૮; વિશેષાવશ્યક, ગાયા ૧૬૭૬; પરંતુ વિદ્યમાન શ્રતતા ઉપદેશક મહાવીર છે, તેથી સામાયિકના કર્તા પણ તેઓ જ છે– વિશેષાવશ્યક, ગાથા ૧૫૪૪. વળી, જુઓ નિયુક્તિ, ગાથા ૮૯-૯૦;
વિશેષાવશ્યક, ગાથા ૧૦૯૧-૯૨ છે. ૩૯. ઋતVરનમોલ્સ રેનિત સામર્શ વિધિvir | -વિશેષાવશ્યક, ગાથા ૫. ૪૦. વિશેષાવશ્યક ભાષ્ય, પજ્ઞ ટીકા, ગાથા ૧૦, ૪૧. એજન, ગાથા ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org