________________
૧૦૦
ગત નથી એવી માન્યતા સંપાદકેની છે, જેને નિર્દેશ પ્રસ્તુત આવૃત્તિના પ્રારંભમાં પૃષ્ઠ ૧ ના ટિપ્પણ ૧ માં કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે આવી માન્યતાનું મૂળ એ છે કે જ્યારથી પંચનમસ્કારમંત્રનું માહામ્ય વધ્યું છે, ત્યારથી જેનાગમોની પ્રતમાં પ્રારંભમાં તે લખવાની પ્રથા અપનાવવામાં આવી હશે. તેથી તે વસ્તુતઃ તે તે ગ્રંથના પ્રારંભમાં ગ્રંથકર્તાએ મૂક્યો છે કે નહિ તેની ચકાસણી કરવી આવશ્યક છે.
પ્રજ્ઞાપનાના પ્રારંભના મંગળનાં પ્રથમ સિને નમસ્કાર છે અને પછી અરિહંતને, તે તરફ પણ ધ્યાન દેવું જરૂરી છે. કારણ, પંચ નમસ્કારમાં પ્રથમ અરિહંત અને પછી સિદ્ધને નમસ્કાર છે. પ્રાચીન ઉલેખ પ્રમાણે તીર્થકરો. દીક્ષા લેતી વખતે માત્ર સિદ્ધને નમસ્કાર કરે છે, તે પ્રત્યે ધ્યાન દેવામાં આવે તે મંગળપ્રથાના પ્રારંભમાં જેનોમાં સિદ્ધને નમસ્કાર કરવાની પ્રથા શરૂ થઈ હતી તેમ માની શકાય. પરંતુ તીર્થકરેન-અરિહતે પ્રત્યક્ષ ઉપકારી હોવાથી પંચનમસ્કારમાં તેમને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું,૩૭ ત્યારથી પંચનમસ્કારને અનુસરી સામાન્ય રીતે અરિહંતને પ્રથમ વંદના કરવામાં આવે છે.
નમસ્કાર–વંદના સ્વરૂપમાં પાંચ પદ ક્રમે કેવી રીતે આવ્યાં હશે તેને વિચાર કરીએ તે કાંઈક આવું બન્યું હશે એમ માની શકાય-તીર્થસ્થાપના થઈ ન હોય ત્યાં સુધી તે સિદ્ધો જ વંદનીય ઠરે છે. તે પ્રમાણે તીર્થકર જ્યારે દીક્ષા લે છે. ત્યારે માત્ર સામાન્ય સિદ્ધને જ નમસ્કાર કરે છે. પણ તીર્થકરની ઉપસ્થિતિમાં અરિહંત-તીર્થકર મહત્ત્વ પામે એ સ્વાભાવિક છે. અને જયારે તેઓ નિર્વાણ પામે ત્યારે સિદ્ધકોટિમાં ગણાય. છતાં, ભલે તે સિદ્ધ થઈ ગયા હોય તે પણ, આસન્ન ઉપકારી હોવાથી તેમને અરિહંત તરીકે જ યાદ કરવામાં આવે. આ પ્રકાર આપણે લેગર” સૂત્રમાં જઈએ છીએ. અને તેનું અનુસરણ અન્ય અનેક પ્રાચીન મંગલાચરણમાં પણ જોવા મળે છે. જ્યારે આ પ્રકારે અરિહંત અને સિદ્ધ બને વંદનીય ઠર્યા ત્યારે અમુક સમય સુધી સિદ્ધને પરંપરા પ્રમાણે પ્રથમ યાદ કરી પછી જ અરિહંતને યાદ કરવાનું બન્યું હોય; પણ પછી એ ક્રમ બદલાઈને અરિહંત અને સિદ્ધરૂપે અરિહંત તથા સર્વ સિદ્ધ એમ સિદમાં સર્વને સમાવેશ કરી ૩૭. ખારવેલનો શિલાલેખ, જે ઈ. સ. પૂર્વેને છે. તેમાં પ્રથમ અરિહંતને
નમસ્કાર છે, પછી સિદ્ધને, એટલે તે પહેલાં આ પ્રથા શરૂ થઈ હશે. વળી, તેમાં આ બેને જ નમસ્કાર છે તે પણ ધ્યાન દેવા જેવી વાત છે. અશોકના. શિલાલેખોના પ્રારંભમાં નમસ્કાર નથી એની નોંધ લેવી જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org