________________
૧૧૪
પ્રાપ્ત કરે છે; આંતરિક કારણ જાતિસ્મરણ સ`ભવે છે. આ સ્વયમ્રુદ્ધના એ પ્રકાર છે : એક તે, જેએ તીથ કર હાય છે; અને બીજા તે, જે તીકર નથી હતા. પ્રસ્તુતમાં એટલે કે સિદ્ધના ભેદોમાં તીર્થકર સિવાયના જે સ્વયં મુદ્દ છે તે અભિપ્રેત છે, કારણ, તીથ કરદ્ધિના ઉલ્લેખ આ પર ભેદમાં થયેલા જ છે. સ્વયુદ્ધ બાહ્ય કારણ વિના પ્રતિોષ પામે છે, પણ પ્રત્યેકમુદ્ધ ખાદ્ય કારણથી પ્રતિમાધ પામે છે. તેઓ એકલા વિચરતા હાઈ પ્રત્યેકબુદ્ધ કહેવાય છે; ગચ્છવાસીની જેમ તેએ સમૂહમાં વિચરતા નથી. સ્વયમ્રુદ્ધ અને પ્રત્યેકબુદ્ધ વચ્ચે આધિમાં કારણકૃત ઉક્ત મુખ્ય ભેદ છે. ઉપરાંત, ઉપધિ—ઉપકરણ, લિ ́ગ–વેશ અને શ્રુતની અપેક્ષાએ પણ બન્નેમાં ભેદ્દ છે, તે એ કે પાત્રાદિ બાર પ્રકારની ઉપધિ સ્વયમ્રુદ્ધને હાય છે, પણ પ્રત્યેકમુદ્દતે જધન્યથી એ ઉપધિ–ઉપકરણ હાય ૐ અને ઉત્કૃષ્ટ નવ પ્રકારની ઉપધિ હોય છે. તેમાં પ્રાવરણના વસ્ત્રના સમાવેશ થતા નથી. સ્વય બુદ્ધને ખેાધિ પ્રાપ્ત થયાં પહેલાં શ્રુતજ્ઞાન હોય અને ન પણ હાય તેમ બને. જો શ્રુત હોય અને એાધિ પ્રાપ્ત થાય તે તેઓ ગુરુ પાસે જઈ તે વેશને સ્વીકાર કરે છે, અથવા દેવતા આવીને તેમને વેશ સમર્પિત કરે છે. આવા સ્વયંબુદ્ધ પેાતાની ઈચ્છા હોય તા ગચ્છમાં રહે છે, અન્યથા એકલા પણ વિચરે છે. અને જો ખેાધિ પ્રાપ્ત થયા પહેલાં આ પ્રકારના સ્વયમ્રુદ્ધને શ્રુતના એધ ન હોય તેા તે અવશ્ય ગુરુ પાસે જાય છે અને વેશને સ્વીકાર કરીને ગચ્છમાં અવશ્ય રહે છે, એકલા વિચારતા નથી. સ્વયુદ્ધને ઉપર પ્રમાણે શ્રુતના સંભવ વિષે વિકલ્પ છે, પણ પ્રત્યેકબુદ્ધને તા ખેાધિ પ્રાપ્ત થયા પહેલાં શ્રુતના મેધ હોય જ છે, અને તે જધન્યથી અગિયાર અગના જ્ઞાતા હાય અથવા ઉત્કૃષ્ટ ભિન્નદશપૂર્વી સંભવે. પ્રત્યેકમુદ્ધ માટે વેશ અનિવાર્ય નથી; તે ધારણ કરે પણ ખરા અને ન પણ કરે; ધારણ કરે તેા દેવે દીધેલ વેષ હાય. સ્વયંમુદ્ધ કે પ્રત્યેકબુદ્ધને એધિમાં ખીન્તના ઉપદેશની જરૂર નથી; તે વિના જ એ બન્ને એધિ પ્રાપ્ત ક્રરે છે. પરંતુ મુખેાહિય = મુદ્દાધિત સિદ્ધ વિષે તેમ નથી. તેઓ કોઈ પણ યુદ્ધ એટલે કે આચાય દ્વારા એધિત થાય છે એટલે કે ઉપદેશને પામે છે. એટલે કે તેએ સ્વયં સૂઝથી એધિને પામેલા નથી,
૭. અહીં સ્પષ્ટ છે કે દેવતાની વાત પાછળથી દાખલ થઈ છે. તાત્ત્વિક રીતે તા વેશપરિવર્તન પણ આવશ્યક નથી; પણ જ્યારે કાઈ પણ ધર્મ પર ંપરા સુદૃઢ બને છે અને તેને બાહ્યાચાર સુસ્થિર થઈ જાય છે ત્યારે વેશ એ પર'પરાનું અનિવાર્ય અંગ બની જાય છે, તેનું આ પણ એક ઉદાહરણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org