________________
૧૩૧
નથી. તેથી મૃત્યુ પછી તેણે નવા જીવનને સ્વીકાર કરવા માટે યાત્રા કરીને સ્વજન્મસ્થાનમાં જવું પડે છે. આવી યાત્રાના કાળમાં તેણે દેવલોક તો છેડી દીધે, મનુષ્યલોમાં હજી આવ્યો નથી, તે તે યાત્રા દરમિયાન તેણે જે પ્રદેશની યાત્રા કરી તે પણ તેનું સ્થાન” તે કહેવાય. આ “સ્થાનને “ઉપપાત સ્થાને કહ્યું છે. સ્પષ્ટ છે કે આ પ્રાસંગિક છે. છતાં પણ તે અનિવાર્ય તે છે જ. તેથી જીવના સ્થાનનો વિચાર કરતી વખતે તેને પણ લક્ષમાં લેવું તે જોઈએ. અને તીજુ “સમુદ્ધાત' સ્થાન છે. આપણે અનુભવ છે કે જ્યારે કઈ ક્રોધ કરતા હોય છે ત્યારે તેને ચહેરે લાલ-લાલ થઈ જાય છે, તે જ પ્રકારે જયારે કઈ વેદના થતી હોય ત્યારે પણ શરીરમાં વિકૃતિ જણાય છે. જેને માન્યતા પ્રમાણે આવે પ્રસંગે જીવના પ્રદેશનો વિસ્તાર થાય છે. તેને પરિભાષામાં “સમુદ્રઘાત' કહેવામાં આવે છે. સમુદ્દઘાત અનેક પ્રકારના છે. તેને વિષે વિશેષ નિરૂપણ પ્રજ્ઞાપનના ૩૬ મા પદમાં છે જ. એટલે આ “સમુઘાત' ની અપેક્ષાએ જીવના નિવાસસ્થાનને વિચાર પણ જરૂરી બને છે. આમ પ્રસ્તુત પદમાં જીવોના જે નાના પ્રકારે છે તે વિષે સ્વસ્થાન, ઉપપાતસ્થાન અને સમુદઘાતસ્થાન એમ ત્રણે પ્રકારનાં નિવાસસ્થાનને વિચાર કરવામાં આવ્યો છે.
- પ્રસ્તુત સ્થાનપદમાં હવે પછી જીવોના જે ભેદોનાં સ્થાનોને વિચાર અને ક્રમ જણાવ્યું છે તે ઉપરથી જણાય કે પ્રથમ પદમાં છવભેદોમાં નિર્દિષ્ટ એકેન્દ્રિય” જેવા કેટલાક સામાન્ય ભેદને વિચાર નથી કરવામાં આવ્યા, જ્યારે પંચેન્દ્રિય જેવા સામાન્ય ભેદોને વિચાર કરવામાં આવ્યો છે. વળી, વિશેષભેદપ્રભેદમાંથી પણ બધાને વિચાર નથી. આમ છવના ભેદો અને તેના પ્રભેદો વિષે પ્રથમ પદમાં જે માહિતી છે, તે બધા વિષેનાં જુદાં જુદાં સ્થાનોને વિચાર પ્રસ્તુત પદમાં નથી. પણ તેમાંથી મુખ્ય મુખ્યનો છે, પ્રજ્ઞાપનામાં થયેલી આ વિચારણા સાથે અન્યત્ર થયેલી આ વિષયની વિચારણાની તુલના તેના સંક્ષેપવિસ્તારનો ઇતિહાસ જાણવામાં ઉપયોગી થશે અને ક્રમે કરી વિષયવિસ્તાર કેમ થતો ગયો તેનું અધ્યયન કરવામાં જ નહિ પણ તે તે ગ્રંથોના સમયનિર્ધારણમાં પણ આ હકીકતો ઉપકારી થવા સંભવ છે. તેથી તેને અહીં આપવી જરૂરી જણાય છે.
પણ છવના આ નિવાસસ્થાનનો વિચાર શા માટે જરૂરી છે એ પણ પ્રશ્ન છે, તેનું સ્પષ્ટીકરણ એ છે કે માત્ર જૈન દર્શનમાં જ આત્માને શરીર૧. આત્માના પરિણામ વિષે જુઓ ગણધરવાદ, પ્રસ્તાવના, પૃ. ૯૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org