________________
૧૦૧ વંદનાક્રમમાં પ્રથમ અરિહંત અને પછી સિદ્ધ–આ કમ ઈસ્વીસન પૂર્વમાં પ્રચલિત થઈ ગયો હતો તેમ ખારવેલના શિલાલેખથી જાણવા મળે છે. પણ આને અર્થ એમ તો ન જ લઈ શકાય કે તે કાળે પણ માત્ર આ એક જ ક્રમ હતે. વંદના એ વ્યક્તિની રુચિનો પ્રશ્ન છે. તેથી ગ્રંથના પ્રારંભમાં વંદના લખવાની અને ન લખવાની અને લખવામાં પણ કોઈ નિશ્ચિત સર્વસંમત એવા ક્રમ વિના લખવાની પ્રથાનાં દર્શન ઘણું લાંબા સમય સુધી થાય છે. તે પણ એટલું તો નક્કી થઈ શકે કે અરિહંતને સિદ્ધની પહેલાં વંદના કરવાની પણ પ્રથા ઈસ્વીસન પૂર્વમાં પ્રચલિત થઈ ગઈ હતી, જે આગળ જતાં પંચપરમેષ્ઠિમંગલરૂપે સ્થિર થઈ. જ્યારે તીર્થંકર પણ ન હોય ત્યારે તેમની પરંપરાના રક્ષક આચાર્ય અને પછી ઉપાધ્યાયઆ બન્નેનું મહત્વ વધે. પણ તેઓ વંદનાકેટિમાં આવે તે જ સાથે પ્રવચન યા શાસન જે લિપિમાં લખાયેલ હોય તે લિપિ પણ આદરણીય બને અને તે કારણે જ પ્રવચન કે શાસનના રક્ષક તરીકે તેમનું મહત્ત્વ ગણાય રક્ષણય કરતાં રક્ષકનું મહત્વ હંમેશાં વિશેષ ગણતું આવ્યું છે તે ક્રમે પ્રવચન કે શાસન કે લિપિને સ્થાને તેના ધારકો-રક્ષક આચાર્ય અને ઉપાધ્યાય જ વંદનીય રૂપે મહત્ત્વ પામ્યા અને તેમને પંચનમસ્કારમાં સ્થાન મળ્યું અને પ્રવચન વગેરે ગૌણ બન્યાં. છેવટે સયતોમાંથી માત્ર સામાન્ય સાધુ જ બાકી રહેતા હતા, તેમને પણ ખરી રીતે તો શ્રાવકની દષ્ટિએ, પણ છેવટે સર્વની દૃષ્ટિએ વંદનામાં સ્થાન મળ્યું–આવે કંઈક ક્રમ પંચનમસ્કારની ઘટનામાં હશે એમ માની શકાય.
નમસ્કારસૂત્ર–પંચપરમેષ્ઠિનમસ્કારમંત્ર–ના કર્તા કેણ, એની ચર્ચાનું ઉત્થાન આવશ્યકસૂરાની નિયંતિમાં સર્વપ્રથમ જોવા મળે છે. પ્રથમ અધ્યયન સામાયિક નામે છે. એટલે પ્રથમ પ્રશ્ન એ થયો કે એ સામાયિક અધ્યયન કેણે કહ્યું ? શા માટે કહ્યું ? એ પ્રસંગે આચાર્ય ભદ્રબાહુએ સ્પષ્ટ કર્યું છે કે
तित्थकरो किं कारणं भासति सामाइय तु अज्झयणं । तित्थकरणामगोत्तं बद्धं मे वेदितव्वं ति ॥५२६॥ तं च कधं वेतिज्जति अगिलाए धम्मदेसणादीहि । बज्झति तं तु भगवतो ततियभवोसक्कइत्ताणं ।।५२७॥ गोतममाती सामाइय तु किं कारणं णिसामन्ति । णाणस्स तं तु सुंदरम गुलभावाण उवलद्धी ।।५२८॥
-विशेषावश्यक, २५९४-९६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org