________________
૧૦૮
જે રૂપી પદાર્થ કૃષ્ણ વર્ણમાં પરિણત હોય તે બે ગંધ, પાંચ રસ. આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન–સર્વ મળી (૨ + ૫ + ૮ + ૫ = ૨૦) કાળક્રમે કરી ૨૦ પ્રકારે પરિણત થાય છે, તેથી કૃષ્ણ વર્ણના ૨૦ પરિણામો થાય. તે જ પ્રમાણે શેષ નીલાદિ વર્ણના પણ પરિણામો સંભવે. તેથી ૫ ૮ ૨૦ = ૧૦૦ વર્ણપરિણામોના ભેદ થાય. તે જ પ્રમાણે ગંધ વગેરેના પરિણામે સમજી લેવાના. એટલે
૫ વર્ણ ૨૦ શેષ ગંધાદિ ૧૦૦ ૨ ગંધ = ૨૩ શેષ વર્ણાદિ= ૪૬ ૫ રસ X ૨૦ શેષ વદિ=૧૦૦ ૮ સ્પર્શ x ૨૩ વર્ણાદિ ૧૮૪ ૫ સંસ્થાન x ૨૦ શેષ વર્ણાદિ = ૧૦૦
X
X
X
X
૫૩૦
પુગલના આ ૫૩૦ પ્રકારના પરિણામે મૂળ સૂત્રમાં (૯-૧૩) એકેકનું નામ દઈને ગણાવવામાં આવ્યા છે. ટીકાકાર આ ભેદોનું પારિભાષિક નામ વર્ણાદિને પરસ્પર સંબંધ એવું આપે છે ટીકા, પત્ર ૧૩ શ્ર). આમાં વર્ણાદિ કુલ ૨૫ છે, તેમાં સ્પર્શ આઠ છે. તેને સંવેદમૂલક ભેદો બીજા કરતાં વધારે છે, તેનું કારણ એ છે કે કોઈ એક કર્કશ સ્પર્શને પરિણામ પણ બીજા છ સ્પર્શના પરિણામો ધરાવી શકે છે; માત્ર પોતાનાથી વિરોધી પરિણામ ધરાવી શકતું નથી, જેમ કે કર્કશ પરિણામ હોય ત્યારે મૃદુ પરિણામને ધરાવી શકે નહિ. પરંતુ કૃષ્ણવર્ણ પરિણામ બીજા કોઈ વર્ણના પરિણામને ધરાવી શક્તિ નથી. એ જ ન્યાય બીજા ગંધ આદિ પરિણામને પણ લાગુ પડે છે.
પ્રસ્તુતમાં ટીકાકાર સ્પષ્ટીકરણ કરે છે (પત્ર ૧૭ ૧) કે પરિણામ સ્કંધની અપેક્ષાએ પણ છે. અને સ્કંધમાં તે અમુક અંશમાં કૃષ્ણ પરિણામ હોય તો બીજા અંશમાં અન્ય વર્ણના પરિણામે પણ સંભવે છે. અને તે દૃષ્ટિએ તો ભંગે અધિક થવા જોઈએ. પરંતુ પ્રસ્તુતમાં તે ગણવામાં નથી આવ્યા એટલે વ્યવહાર દૃષ્ટિએ જેને કાળે સ્કંધે કહેવામાં આવે, જેમ કે શરીરમાં આંખને અમુક ભાગ, તેવા સ્કંધની અપેક્ષાએ આ અંગે સમજવાના છે. વળી, આ જે સંખ્યા ભંગની છે તે પણ પરિસ્થલ ન્યાયની અપેક્ષાએ જ સમજવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org