________________
આવી છે તે નિદેશ છે. આમ છવાછવાભિગમના પ્રારંભમાં અંગશૈલીનું અનુકરણ છે, જ્યારે પ્રજ્ઞાપનામાં મંગલપૂર્વક શાસ્ત્રરચના થઈ છે. આથી પણ કહી શકાય કે મંગલ કરીને જ શાસ્ત્ર રચવાની પદ્ધતિ શરૂ થયા પછી પ્રજ્ઞાપનાની રચના થઈ હશે; જ્યારે, સંભવ છે કે, જીવાછવાભિગમની રચના તે પહેલાં થઈ ગઈ હતી.
પ્રજ્ઞાપના અને ષટ્રખંડાગમ પ્રજ્ઞાપના અને પખંડાગમ બનેનું મૂળ દૃષ્ટિવાદ નામના અંગ સૂત્રમાં છે. એટલે સામગ્રીને આધાર એક જ છે. અને સંગ્રહગ્ર છે. છતાં પણ બનેની નિરૂપણશૈલીમાં જે ભેદ છે તે સમજવા જેવો છે. પ્રજ્ઞાપનામાં જીવને કેન્દ્રમાં રાખીને ૩૬ પદો” છે, જ્યારે પખંડાગમમાં છવસ્થાન નામના પ્રથમ ખંડમાં કર્મના હાસને કારણે નિષ્પન્ન ગુણસ્થાને, જે જીવસમાસને નામે નિર્દિષ્ટ છે, તેની માગણું જીવનાં માણસ્થાને ગત્યાદિ દ્વારા કરવામાં આવી છે. તે સમાપ્ત થયે શેષ ખંડમાંથી ખુદ્દાબંધ, બંધસ્વામિત્વ, વેદના, એ ખંડમાં કમને કેન્દ્રમાં રાખીને જીવને વિચાર છે, એમ કહેવાય. અને વર્ગણુખંડમાં પણ મુખ્ય તો કમરગણું જ છે; શેષ વગણની ચર્ચા છે તેને સમજવા માટે છે. છઠ્ઠો ખંડ તે મહાબંધને નામે જ ઓળખાય છે, એટલે તેમાં પણ કર્મચર્ચા જ મુખ્ય છે. પ્રજ્ઞાપનાનાં ૩૬ પદોમાંથી કમ (૨૩), કર્મબંધક (૨૪), કમવેદક (૨૫), વેદબંધક (૨૬), વેદવેદક (૨૭), વેદના (૩૫) --એ પદોનાં નામે, જે પ્રજ્ઞાપના મૂળમાં આપવામાં આવ્યાં છે અને ષટ્રખંડમાં જે તે તે ખંડનાં નામો ટીકાકાર દ્વારા સૂચિત કરવામાં આવ્યાં છે, તેની તુલના કરવા જેવી છે. તે તે નામનાં ‘પદ” માં જે ચર્ચા પ્રજ્ઞાપનામાં જોવા મળે છે તેથી ઘણું વધારે ચર્ચા– સૂક્ષ્મ ચર્ચા–વખંડાગમમાં સમાન નામે સૂચિત ખંડોમાં છે. આમ પ્રજ્ઞાપનામાં
જીવપ્રધાન અને ટૂખંડાગમમાં કર્યપ્રધાન નિરૂપણ છે. - પ્રજ્ઞાપનામાં અંગસૂત્રમાં અપનાવાયેલી પ્રશ્નોત્તરપ્રધાન શૈલી જોવા મળે છે. અને ઘણે પ્રસંગે તે ગૌતમ અને ભગવાનના જ પ્રશ્નોત્તરી હોય એમ પણ સ્પષ્ટ છે. પરંતુ ઘટ્રખંડાગમમાં ઉદ્દેશ-નિર્દેશ-વિભાગ એ શાસ્ત્રપ્રક્રિયાનું અનુસરણ છે. કવચિત જ પ્રશ્ન અને ઉત્તરે જોવા મળે છે.૧૭ ૧૭. પખંડાગમ, પુસ્તક ૮, “બંધસામિત્તવિચય” પ્રકરણ જેવા સ્થાનમાં કવચિત
પ્રશ્નોત્તરૌલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org