________________
૯૩
કરે છે, તે વિષયના નિરૂપણની સરલતાની દષ્ટિએ થયું છે. જે એક જ વ્યક્તિ પિતે જ બધું વિચારીને નિરૂપવા બેસે તે જુદી રીતે જ વર્ણવી શકે એમ સંભવ છે, પણ આમાં એમ નથી બન્યું. આમાં તે જુદા જુદા આચાર્યોએ જુદે જુદે કાળે જે જે વિચાર કર્યો, તે પરંપરાથી આર્ય શ્યામાચાર્યને પ્રાપ્ત થયે અને તે વિચારપરંપરાને તેમણે આમાં એકત્ર કરી છે. આ દષ્ટિએ વિચારીએ તે પ્રજ્ઞાપના એ તે કાળની વિચારપરંપરાને વ્યવસ્થિત સંગ્રહ છે. આ જ કારણ છે કે જ્યારે આગમનું લેખન થયું ત્યારે તે તે વિષયની સમગ્ર વિચારણા માટે પ્રજ્ઞાપના જોઈ લેવાની ભલામણ કરવામાં આવી.
જૈન આગમના મુખ્ય બે વિષય છે—જીવ અને કર્મ. એક વિચારણા ઝક એવો દેખાય છે કે તેમાં જીવને મુખ્ય રાખીને તેના અનેક વિષયે, જેવા કે તેના કેટલા પ્રકાર છે, તે કયાં રહે છે, તેનું આયુ કેટલું છે, તે મરીને એક પ્રકારમાંથી બીજા ક્યા પ્રકારમાં જઈ શકે છે કે તે તે પ્રકારમાં આવી શકે છે, તેની ઇન્દ્રિયો કેટલી, વેદ કેટલા, જ્ઞાન કેટલાં, તેમાં કમ કયાં–ત્યિાદિની વિચારણા થાય છે; પરંતુ બીજા પ્રકારની વિચારણને ઝેક કમને મુખ્ય રાખીને છે. તેમાં કમ કેટલાં પ્રકારનાં અને તે વિવિધ પ્રકારના જીના વિકાસ કે હાલમાં કેવો. ભાગ ભજવે છે–આવો વિચાર મુખ્ય આવે છે. આથી આમાં છવના વિકાસ કમને લક્ષીને ૧૪ ગુણસ્થાને, જે જીવસમાસને નામે ઓળખાયાં, તેની માગણશોધ માટે ચૌદ માગણસ્થાને નક્કી કરવામાં આવ્યાં. આ માગણાસ્થાને એટલે કે શેાધ માટેનાં દ્વારા તે જીવના ગતિ આદિને કારણે થતા વિવિધ પ્રકારે ભેદ છે.
પ્રથમ પ્રકારના કેકનું દૃષ્ટાંત પ્રજ્ઞાપના પૂરું પાડે છે. અને દ્વિતીય પ્રકારને એક પ્રાચીન કમ પ્રકૃતિ આદિ કર્મસાહિત્ય, પખંડાગમ વગેરેમાં જોવા મળે છે.
વસ્તુસ્થિતિ આવી હઈ પૌર્વાપર્યાની વિચારણે ઘણી કઠણ બની જાય છે. પંદરમી શતાબ્દી કે તે પછી પણ જ્યારે સ્થાનકવાસી પરંપરાએ આગની વિચારણાને ભાષામાં કડારૂપે રજૂ કરવા પ્રયત્ન કર્યો, ત્યારે એના એ જ માગણાકારો વગેરે બાલ જીવને સરળ રીતે સમજાય એવી રીતે રજૂ કર્યા અને અંગ ગણાતા સ્થાનાંગમાં પણ તે જ સંખ્યાને મુખ્ય રાખીને હકીકતો રજૂ કરવામાં આવી છે. પણ જે કાળનું સ્થાનાંગ છે તે જ કાળમાં જટિલ રીતે પણ જીવ અને કર્મની હકીકતો રજૂ કરવામાં આવી હતી. આથી માત્ર વિષયનિરૂપણની સરલ કે જટિલ પ્રક્રિયા અથવા તે વિષયની સૂક્ષ્મ કે ગંભીર ચર્ચા જોઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org