________________
પૌવપર્યને વિચાર નિર્ણાયક બની શકે એમ નથી. કારણ એવી રચનાને આધાર લેખકના પ્રયજન ઉપર છે, નહીં કે તેમાં ચર્ચાતા સૂક્ષ્મ કે સ્કૂલ વિષય ઉપર. આથી પ્રજ્ઞાપના કરતાં પખંડાગમની ચર્ચા ઘણી જ આગળ વધી ગયેલી જણાય છે, છતાં પણ માત્ર તે બન્નેમાં ચર્ચિત વિષયની સૂક્ષ્મતા કે થૂલતા ઉપરથી તેમના પૌવાપર્યને નક્કી કરવામાં ગંભીર ભૂલ થવા સંભવ છે. આથી કોઈ બીજે જ માર્ગ લઈને તેવા ગ્રંથને નિર્ણય સ્વતંત્ર રીતે કર્યા પછી જ તેમનું પૌર્વાપર્ય નક્કી થઈ શકે. બન્ને પ્રકારના સાહિત્યનું મૂળ બનેને મતે દૃષ્ટિવાદ છે. આથી દષ્ટિવાદના જ વિષયને અનેક રીતે, અનેક પ્રયજન સિદ્ધ કરવા, અનેક આચાર્યોએ નિરૂપિત કર્યો છે. આ પણ એક મુશ્કેલી છે–જેથી પૌર્વાપર્વ નક્કી કરવામાં સ્કૂલ કે સૂક્ષ્મ વિચાર પ્રસ્તુતમાં બાધક બને છે. અન્યથા એ કહેવું બહુ સરસ હતું કે વખંડાગમમાં જે વિચારની સૂક્ષમતા દેખાય છે તે પ્રકારની સૂમચર્ચા પ્રજ્ઞાપનામાં નથી માટે તે ખંડાગમ કરતાં પ્રાચીન છે. પરંતુ ઉપર જણાવેલી મુશ્કેલીને કારણે માત્ર આ દલીલને આધારે પ્રજ્ઞાપનાને પ્રાચીન ઠરાવવું એ અયોગ્ય જણાય છે. તેથી તે માગ છેડી દેવો એ જરૂરી છે. અને ટૂખંડાગમ અને પ્રજ્ઞાપનાએ એમાં કે પ્રાચીન એની વિચારણું જુદી જ રીતે કરવી જરૂરી છે. એ કર્યા પછી ઉક્ત લીલને ઉપયોગ થઈ શકે.
એક વાત તે નિશ્ચિત જ છે કે ખંડાગમમાં–તેના કેટલાક ભાગોમાં–જે પ્રકારે અનુયોગધારસૂત્રમાં અનુગદ્વાર વડે વ્યાખ્યા કરવાની પદ્ધતિ એટલે કે નયનિક્ષેપ આદિ પદ્ધતિ દ્વારા વસ્તુનિરૂપણ કરવાની જે પદ્ધતિ મળે છે, તેનું જ અનુસરણ સ્પષ્ટ છે. એવું કાંઈ જ પ્રજ્ઞાપનામાં નથી, એ બાબત પ્રજ્ઞાપનાની પખંડાગમ કરતાં પ્રાચીનતા નિર્વિવાદપણે સિદ્ધ કરે છે. વળી, પ્રજ્ઞાપનાનો સમય,
આગળ જણાવવામાં આવશે તે પ્રમાણે, ઈસ્વીસન પૂર્વે જ છે; જ્યારે પખંડાગમની રચના વીરનિર્વાણ પછી ૬૮૩ (ઈ. ૧૫૬) વર્ષ પછી જ ક્યારેક થઈ છે. તેથી તે નિવિવાદપણે કહી શકાય કે પ્રજ્ઞાપના એ ષખંડાગમથી પૂર્વવતી જ છે.
વળી, ૧૪ છવસ્થાન, ૧૪ ગુણસ્થાન જેવી સ્થિર પ્રક્રિયા જે કાળમાં 'નિશ્ચિત થઈ, એટલે કે વિચારણનાં અનેક કારે વડે પૂર્વકાળે જે વિચાર થત હતે તેને સ્થાને ૧૪ જીવસ્થાન અને ૧૪ ગુણસ્થાનને લઈને વિચાર કરવાની પદ્ધતિ જે કાળે સ્થિર થઈ, ત્યાર પછીના કાળે તેનું અનુસરણ બરાબર થયું છે. આવી કોઈ નિશ્ચિત પરંપરા પ્રજ્ઞાપનામાં દેખાતી નથી, પરંતુ પખંડાગમમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org