________________
૯૬
પટ્ટાવલિ ઉપરથી ત્રણ કાલકાચા થયાની હકીક્ત જાણવા મળે છે. એક કાલક જે વીર નિર્વાણું ૩૭૬ માં મૃત્યુ પામ્યા (ધર્મસાગરીય પટ્ટાવલી પ્રમાણે, જ્યારે ખરતરગચ્છીય પટ્ટાવલી પ્રમાણે-‘ગાય: પ્રજ્ઞાવનાત્ ફન્દ્રય અને નિયોરવિચારવતા શ્યામાનાર્થીવરનામા | સતુ વીાત્ ૨૭૬ વર્ષેઽતઃ). બીજા ગજિલ્લાદક કાલકાચાય વીર નિર્વાણુ ૪૫૩ માં થયા=વિક્રમ પુર્વે ૧૭ માં. અને તીજા વીર નિર્વાણુ ૯૯૩=વિક્રમ પર૩ માં થયા, જેમણે સંવત્સરી તિથિ પાંચમની ચેાથ કરી.
રચના
આ ત્રણમાંથી પ્રથમ કાલક અને શ્યામાચાય, જેમણે પ્રજ્ઞાપનાની કરી, તે એક છે એવી પરંપરા પટ્ટાવલીઓમાં જણાય છે. પરંતુ પટ્ટાવલીમાં તેમને ૨૩મું સ્થાન અપાયુ નથી; જ્યારે ઉક્ત પ્રક્ષિપ્ત ગાથામાં તેમને ૨૩મી પાટે ગણવામાં આવ્યા છે. આથી પાટ વિષેના ઉલ્લેખ ગૌણુ કરીને જ તેમના સમયના વિચાર કરવા જરૂરી બને છે.
અંતિમ કાલક, જે વીર નિર્વાણુ ૯૯૩ = વિક્રમ ૫૨૩માં થયા, તે તે પ્રજ્ઞાપનાના કર્તા સંભવી શકે નહિ, કારણ, નંદી, જે વીર નિર્વાણુ ૯૯૩ = =વિક્રમ પર૩ પહેલાં જ રચાયુ' છે, તેમાં પ્રજ્ઞાપનાને આગમસૂચીમાં સ્થાન મળ્યુ છે. એટલે પ્રથમ એ કાલકમાંથી કયા કાલક તે શ્યામાચાય છે તે પ્રશ્નનુ
નિરાકારણુ બાકી રહે છે.
ડો. ઉમાન્તને મતે જો તે બન્ને કાલકને એક માનવામાં આવે તે અગિયારમી પાટે ઉલ્લિખિત શ્યામાચાય અને ગભિલેચ્છેદક કાલકાચા એક ઠરે છે. પટ્ટાવલીમાં જ્યાં તે બન્નેને જુદા ગણ્યા છે, ત્યાં પણ એકની તિથિ વીર ૩૭૬ અને બીજાની ૪૫૩ છે. ખરી રીતે ૩૭૬ માં 'જાત' છતાં તે તેમની મૃત્યુતિથિ જ અન્યત્ર ગણાઈ, તે જ પ્રમાણે બીજા કાલકની ૪૫૩ એ મૃત્યુતિથિ જ હશે. એટલે તે બન્નેના સમયમાં બહુ ફેર નથી. ‘જાત:' જેમનુ તેમ માનીએ તે પણ અન્નેમાં માત્ર છછ વર્ષ ના ફરક છે. એટલે ગમે તેણે પ્રજ્ઞાપના ચ્યુ' હાય, ચાહે તે પ્રથમ કાલક હોય કે બીજા, અગર બન્ને એક હાય, પણ તે વિક્રમ પૂર્વે થનાર કાલકની રચના છે—એટલું તેા નિશ્ચિત રૂપે કહી જ શકાય છે.
પ્રજ્ઞાપનામાં જે કેટલીક ગાથાએ મળે છે તેમાંની કેટલીક સૂરાકૃતાંગ, ઉત્તરા યન, આવશ્યક અને આચારાંગનિયુક્તિમાં પણ મળે છે. તે વિષે કાંઈક તુલના કરવી જરૂરી હાઈ નીચે કેટલીક ગાથાઓની તુલના આપવામાં આવે છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org