________________
૮૪
શબ્દને ભાવાર્થ એક જ છે. અને અંગખાદ્ય પ્રથા છે. અને બન્ને સ્થવિરકૃત છે. બન્ને ‘અધ્યયન' નામે રચાયા છે. પ્રજ્ઞાપના ચેાથા અંગ સમવાયના ઉપાંગ તરીકે મધ્યકાળમાં ગણાયુ અને જીવાજીવાભિગમ સ્થાન નામના તીજા અંગનુ ઉપાંગ ગાયું. અન્નેને વિષય–મુખ્ય વિષય–એક છતાં એકને સ્થાન સાથે અને ખીને સમવાય સાથે જોડવામાં આવ્યું તેમાં કાંઈ ઐતિહાસિક ક્રમ જેવુ છે કે નહીં એ તપાસવું જરૂરી છે.
જીવાજીવાભિગમના મુખ્ય વિષય જીવ-અબ્ન પ્રારંભમાં પ્રજ્ઞાપનાની જેમ જ ચર્ચિત છે. તેમાં પણ જીવ-અજીવ એ એમાંથી પ્રથમ અવનું નિરૂપણ કરીને પછી જ જીવનું નિરૂપણ કરવામાં આવ્યુ છે. જીવનિરૂપણને ક્રમ વાછવાભિગમમાં સમગ્ર ગ્રંથમાં—તેના જે વિવિધ પ્રકારે બે છે તેને મુખ્ય રાખીને છે. એટલે કે પ્રથમ સ`સારી જીવાના એ ભેદથી માંડીશ ભેદનું નિરૂપણ અને પછી સવાઁ જીવાના એથી માંડીને શ ભેદનું વર્ણન છે. આમ જીવાજીવાભિગમમાં ભેદાને મુખ્ય રાખીને નિરૂપણુ ક્રમે ક્રમે આગળ વધે છે અને અંતે સ` જીવાના ભેદોના વર્ણનમાં તે સમાપ્ત થાય છે. એક બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે સ્થાનાંગમાં પણ દર્શ સ્થાન છે, અટલે કે જીવ અવને લગતી એક, ખે, ત્રણ એમ દશ સુધીની બાબતા તેમાં સખ્યાક્રમે નિરૂપવામાં આવી છે. અને જીવાવાભિગમમાં જીવના એથી માંડીને દશ ભેદ—પ્રથમ માત્ર સ ંસારી જવના અને પછી સર્વાં જીવના——નિરૂપવામાં આવ્યા છે. આમ ખેથી દશનું નિરૂપણ બન્નેમાં સરખુ છે. સંભવ છે કે પ્રજ્ઞાપના અને જીવા વાભિગમમાં જીવાવની ચર્ચા સમાન છે છતાં આ પ્રકારે એથી માંડી દેશનું નિરૂપણ સ્થાન અને જીવાવાભિગમમાં સરખુ હોઈ તે અને અગ અને ઉપાંગ તરીકે ગણવામાં આવ્યા હોય. પણ આપણી મુખ્ય સમસ્યા એ છે કે પ્રજ્ઞાપના અને જીવાવાભિગમમાં કાંઈ ઐતિહાસિક ક્રમ સ્થાપી શકાય છે કે નહી, તેનું સમાધાન તો હુછ બાકી જ રહે છે. જીવાવાભિગમમાં પ્રજ્ઞાપના અને તેનાં પદાના ઉલ્લેખ અનેકવાર છે. (સૂત્ર ૪, ૫, ૧૩, ૧૫, ૨૦, ૩૫, ૩૬, ૩૮, ૪૧, ૮૬, ૯૧, ૧૦૦, ૧૦૬, ૧૧૩, ૧૧૭, ૧૯-૧૨૨); વળી, રાજપ્રશ્નીય (સૂગ ૧૦૯, ૧૧૦) અને ઔપપાતિક (સૂત્ર ૧૧૧) સૂત્રોના પણ ઉલ્લેખ છે. એમાંથી ઔપપાતિકના ઉલ્લેખ તે આગમાના લેખન કાળના હાવા જોઈએ, એટલે કે વલભીવાચનાના કાળમાં તે સગવડ ખાતર કરવામાં આવ્યા છે, એમ માની શકાય છે. પરંતુ પ્રજ્ઞાપનાના ઉલ્લેખ પણ તે જ કાળે કરવામાં આવ્યા છે કે રચયિતાએ જ કર્યો છે તે નક્કી કરવા માટે તે બન્નેનું પૌર્વાપય અન્ય પ્રકારે નક્કી કરવુ જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org