________________
૮૩
ગિરિએ જણાવ્યા પ્રમાણે, અપવક્તવ્ય વિષયનું નિરૂપણું પ્રથમ કરીને પછી બહુવક્તવ્ય વિષયને હાથમાં લેવામાં આવ્યા છેજ તે છે અને તે ઉચિત જણાય છે. પરિભાષામાં કહેવુ હાય તેા કહી શકાય કે આ ગ્રંથમાં ઉદ્દેશ, નિર્દેશ અને વિભાગ છે પણુ પરીક્ષા નથી. ન્યાયસૂત્ર જેવા દાર્શનિક ગ્રંથામાં ઉદ્દેશ, નિર્દેશ, વિભાગ ઉપરાંત પરીક્ષા હાય છે, પરંતુ આમાં પરીક્ષાના અભાવ છે તે ધ્યાનમાં રાખવું જોઈ એ.
ભગવતી અને પ્રજ્ઞાપના ભગવતી
પાંચમું અંગ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ છે છતાં વ્યવહારમાં તે ભગવતીને નામે વિશેષ પ્રચલિત છે. પ્રજ્ઞાપનાને પણ ‘ભગવતી’ એવુ' વિશેષણ આપવામાં આવ્યું છે તે તેની વિશેષતા સૂચવે છે. ભગવતીમાં પ્રજ્ઞાપનાસૂત્રનાં ૧, ૨, ૫, ૬, ૧૧, ૧૧, ૧૭, ૨૪, ૨૫, ૨૬, અને ૨૭ મા પદેમાંથી વિષયની પૂતિ કરી લેવાની ભલામણુ કરવામાં આવી છે,૧૫ તે સૂચવે છે કે તે તે વિષયાની પ્રતિપાદનશૈલી પ્રજ્ઞાપનામાં વધારે વ્યવસ્થિત હતી. તેથી ઊલટુ, પ્રજ્ઞાપનામાં ભગવતીની ભલામણ નથી, એ પણ એમ સૂચવે છે કે, જોકે પ્રજ્ઞાપનાના આધાર અંગ ગ્રંથ છે છતાં, વિષયનિરૂપણ પ્રજ્ઞાપનામાં વધારે વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે, તેથી પ્રજ્ઞાપનાના વિષયની પૂતિ' અન્યત્રથી કરવાની જરૂર ઊભી થતી નથી.
મહાયાન બૌદ્ઘોમાં પ્રજ્ઞાપારમિતા વિષે લખાયેલ ગ્રંથાનું પણ સર્વાધિક મહત્ત્વ હાઈ અષ્ટસાહસ્ત્રિકા પ્રજ્ઞાપારમિતા ગ્રંથના માત્ર ભગવતી એવા નામે પણ ઉલ્લેખ થતા એમ અહીં નોંધવુ જોઈ એ—જુએ, શિક્ષાસમુચ્ચય, પૃ. ૧૦૪, ૧૧૨ ઇત્યાદિ અને પૃ. ૨૦૨ (સૂચી).
પ્રજ્ઞાપના અને જીવાજીવાભિગમ ૧૬
પ્રજ્ઞાપનામાં જીવ અને અજીવની પ્રજ્ઞાપના છે (સૂત્ર–૩) અને જીવાજીવાભિગમમાં પશુ જીવ અને અજીવના અભિગમ છે. પ્રજ્ઞાપના અને અભિગમ ૧૪. પ્રજ્ઞાપનાટીકા, પત્ર ૭ ૬-‘આવો અલ્પવતથ્યાદ્ અનીવપ્રજ્ઞાવનાં પ્રતિવિવાચિવુઃ । વળી, જુઓ પત્ર ૮ ; પુત્ર ૧૮ ૧.
૧૫. જુએ ભગવતીસાર, પૃ. ૨૯૧, ૩૧૨, ૩૬૧-૬૨, ૩૯૬-૭, ૪૦૪, ૪૫૭, ૬૨૭, ૬૮૦, ૭૨૭.
૧૬. પ્રસ્તુતમાં દેવચંદ લાલભાઈની ઈ. સ. ૧૯૧૯ની જીવાજીવાભિગમની આવૃત્તિના સૂત્રાંક આપવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org