________________
પ્રકારની વહેંચણી સ્વયં આર્ય શ્યામાચાર્યને અભિપ્રેત હતી તેમ માની શકાય નહિ, પણ પિતાના કાળમાં જે પરંપરા સ્થિર થઈ હતી તેની સાથે પ્રજ્ઞાપનાના નિરૂપણને મેળ બેસાડવાનો પ્રયત્ન આચાર્ય મલયગિરિને છે, તેમ માનવું જોઈએ.
સ્વયં પ્રજ્ઞાપનામાં સરાગ દર્શનાર્યના નિરૂપણમાં નિસરુચિ જીવના લક્ષણમાં જે ગાથા (૧૨૦) આપી છે, તેમાં પણું સાત તત્ત્વને ઉલ્લેખ નથી, એ ધ્યાનમાં લેવા જેવી વાત છે.
પદ વિભાગ અને નિરૂપણનો ક્રમ સૂત્રકાલીન સાહિત્યની એ વિશેષતા છે કે ગ્રંથના પ્રારંભમાં જ પ્રતિપાદ્ય વિષયની સૂચિ આપી દેવામાં આવે છે, જેનું પારિભાષિક નામ ઉદેશ છે. ન્યાયસૂત્ર આદિ ગ્રંથમાં આ પદ્ધતિનું અનુસરણ જોવામાં આવે છે. પ્રજ્ઞાપનામાં પણ પ્રારંભમાં તેને વિષયવિભાગ (સૂત્ર ૨) પ્રજ્ઞાપના આદિ ૩૬ પદમાં ઉદ્દેશરૂપે નિર્દિષ્ટ છે. અને પછી તે ક્રમે ૩૬ પદ ગત એકેક વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
સામાન્ય નિયમ એવો છે કે ઉદેશમાં જે ક્રમ નિર્દિષ્ટ હોય તેનું જ અનુસરણ નિરૂપણમાં કરવામાં આવે છે. આ ગ્રંથમાં ૩૬ પદોનું નિરૂપણ નિર્દિષ્ટ ક્રમે જ કરવામાં આવ્યું છે. પરંતુ વિષયનિરૂપણ પ્રસંગે આ ગ્રંથ લક્ષણપ્રધાન નથી, પણ વિભાગપ્રધાન છે. એટલે કે વિષયનું નિરૂપણ પ્રથમ લક્ષણ કરીને કરવામાં આવ્યું નથી પણ વિભાગ બતાવવામાં આવ્યા છે અને પાછા તે તે વિભાગોના ઉપવિભાગ અને તેને પણ ઉપવિભાગો એમ માત્ર ભેદ-પ્રભેદોનું જ નિરૂપણ છે. ભેદોને જે ક્રમે નિદેશ હોય છે, તે જ ક્રમે ઉપભેદોનું નિરૂપણ સામાન્ય રીતે થાય. પણ ગ્રંથકાર જ્યાં જે ઉપભેદોનું નિરૂપણું સંક્ષિપ્ત હોય છે ત્યાં તે ઉપભેદનું નિરૂપણ પ્રથમ કરીને પછી વિસ્તૃત ભેટવાળા ઉપભેનું નિરૂપણ કરે છે, જેમ કે સત્ર ૩ માં પ્રથમ છવપ્રજ્ઞાપના નિર્દિષ્ટ છે અને પછી અછવપ્રજ્ઞાપના. પણ ચેથા સૂત્રમાં પ્રથમ અજીવ પ્રજ્ઞાપના કરીને પછી ચોદમાં સૂત્રથી છવપ્રજ્ઞાપનાના પ્રભેદો નિદિષ્ટ છે. વળી, તે જ ન્યાયે ૪થા સૂત્રમાં રૂપીઅછવપ્રજ્ઞાપના પછી અરૂપીઅછવપ્રજ્ઞાપના નિર્દિષ્ટ છે, છતાં પણ પાંચમા સૂત્રમાં પ્રથમ અરૂપીઅવપ્રજ્ઞાપનાન વર્ણન કરીને પછી છઠ્ઠા સૂત્રમાં રૂપીઅજીવપ્રજ્ઞાપના કરવામાં આવી છે. એ જ ન્યાયે જીવપ્રજ્ઞાપનાના સૂત્ર ૧૪માં સંસારી અને અસંસારી એવા બે ભેદ કરી પ્રથમ સંક્ષેપને કારણે ૧૫ મા સૂત્રમાં અસંસારીનું વર્ણન કરી પછી સંસારી જીવોનું નિરૂપણ ૧૮ મા સૂત્રથી છે. આવા ક્રમભંગનું કારણ, આચાર્ય મલય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org