________________
આચાર્ય મલયગિરિએ “સંપ્રદાથ” કે “કંગનાથા' એવું નામ આપ્યું છે તે ગાથાઓ કેની રચના છે તે જાણવું કઠણ છે.
પ્રજ્ઞાપનાના સમગ્રભાવે અધ્યયનથી એની નિરૂપણશૈલી વિષે જે કેટલીક બાબતો નક્કી થાય છે તે આ છે–તેમાં ૩૬ પદમાં સર્વ પ્રથમ જે જીવના ભેદ પ્રથમ પદમાં જણાવ્યા છે, તેમાં સંસારી અને સિદ્ધ એ મુખ્ય ભેદ પછી જીવના ઈન્દ્રિયના હીનાધિકને આધારે એટલે કે એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિયના ભેદ-પ્રભેદો ગણાવ્યા છે. સારાંશ કે સંસારી સકલ જીવોને સમાવેશ એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં કર્યો છે. એટલે કે છવભેદોનું મુખ્ય નિયામક તત્વ ઇન્દ્રિયોની ક્રમિક વૃદ્ધિ એ છે. જીવના સ્થાનને વિચાર બીજા પદમાં છે. તે છવભેદના સ્થાનની વિચારણામાં પણ જીવોના ઉક્ત પ્રથમ પદમાં ભેદનિરૂપણને જે ક્રમ–એટલે કે ઈન્દ્રિયપ્રધાન–છે તે જ અપનાવાય છે. ભેદ છે તે એ કે આમાં એકેન્દ્રિયને બદલે પૃથ્વીકાય શબ્દ વપરાય છે, કારણ, એકેન્દ્રિયના પૃથ્વીકાયાદિ જે ભેદો છે તેને ક્રમે એકેકને લઈને વિચારણું છે. પણ નિરૂપણુક્રમ એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય એ છે. અને બહુવક્તવ્ય નામના તીજા પદમાં પણ પ્રારંભમાં તે ઉક્ત પ્રકારે જ
ભેટે લીધા છે. પરંતુ તે પછી જીવોનું અન્ય પ્રકારે એટલે કે ગતિ આદિને આધારે, જે વિભાજન થાય છે, તેનું પણ ગ્રહણ કર્યું છે; સૂત્ર ૨૧૬ માંથી ગતિને આધારે જીવવિભાજન દિશાઓમાં વિચારાયું છે અને પુનઃ સૂત્ર ૨૨૫ થી ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, વેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંયત, ઉપગ, આહાર, ભાષક, પરિત, પર્યાપ્ત, સૂક્ષ્મ, સંસી, ભવ, અસ્તિકાય, ચરિમ, જીવ, ક્ષેત્ર બંધ –આ બધી દષ્ટિથી પણ જીવના જે નાના પ્રકારે ભેદ પડે છે તેને લઈને અલ્પબહુત્વને વિચાર છે. પરંતુ પ્રજ્ઞાપનામાં ત્રીજા પદ પછીનાં પદોમાં, અમુક અપવાદ સિવાય ૧૧ સર્વત્ર, નારકથી માંડી ૨૪ દંડકમાં વિભાજિત જીવોને લઈને જ વિચારે છે. અર્થાત ઉક્ત ગતિ આદિ અનેકને પ્રધાન માની વિવિધ પ્રકારે જીવને જે અનેક રીતે વર્ગીકૃત કરવામાં આવે છે, તે વગીકરણોને સ્વીકાર કરીને વિચારણા નથી; તેવી વિચારણું તે વખંડાગમમાં છે. સારાંશ કે માત્ર ૨૪ દંડકને ક્રમે ૧૦. પ્રજ્ઞાપનrટ, ૨ ૦ ૨, ૮૪ , ૨ ૦ , ૨૬૮ ૫, ૩, ૨૨૨ ૪
૪૪ ૫, ૨૪ ૨ | ૧૧. આ અપવાદ માટે જુઓ પદ ૧૩, ૧૮ અને ૨૧. ૧૨. જીવોને ૨૪ દંડકમાં વિભક્ત કરવાનું મૂળ પણ ખરી રીતે તો ગતિનો જ વિસ્તાર
છે, પણ તેમાં ગતિને ભૌગોલિક દષ્ટિએ નીચેથી ઉપર એમ ગોઠવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org