________________
ભૂતકાળમાં જે બાધાઓ જેનશ્રુતના નાશમાં કારણ બની, શું તેવી બાધાઓ વેદનો નાશ કરવામાં સમર્થ ન બની? શું કારણ છે કે જેનશ્રતથી પણ પ્રાચીન વેદ તો સુરક્ષિત રહી શક્યા અને જેનશ્રત સંપૂર્ણ નહીં તો અધિકાંશે નષ્ટ થઈ ગયું ? આ પ્રશ્નોનો ઉત્તર સરળ છે
વેદની સુરક્ષામાં બન્ને પ્રકારની પરંપરાએ સહકાર આપ્યો છે. જન્મવંશની અપેક્ષાએપિતાએ પુત્રને અને એણે પોતાના પુત્રને તથા વિદ્યાવંશની અપેક્ષાએ ગુરુએ શિષ્યને અને તેણે પણ પિતાના શિષ્યને વેદની શિક્ષા આપી વેદપાઠની પરંપરાને અવ્યવહિત ગતિથી ચાલુ રાખી છે. કિન્તુ જેનાગમની રક્ષામાં જન્મ વંશને કઈ જ સ્થાન નથી. પિતા પિતાના પુત્રને નહીં પણ શિષ્યને ભણાવે છે. અતઃ કેવળ વિદ્યાવંશની અપેક્ષાએ જેનશ્રુતને સુરક્ષિત રાખવા પ્રયત્ન થયે છે. આ જ ક્ષતિ જેનશ્રતની અવ્યવસ્થામાં કારણ થઈ છે. બ્રાહ્મણને પોતાનો જ સુશિક્ષિત પુત્ર અને તેવો જ સુશિક્ષિત બ્રાહ્મણ શિષ્ય પ્રાપ્ત કરવામાં કાંઈ કઠિનાઈ નથી. કિન્તુ જેન શ્રમણને માટે પિતાનો સુશિક્ષિત પુત્ર જેનશ્રુતનો અધિકારી નથી, જે તે શ્રમણ થયો ન હોય. અને અશિક્ષિત પણ શ્રમણ, પુત્ર ન હોય છતાં જે શિષ્ય હોય તો તે જ જેનશ્રતનો અધિકારી બની જાય છે. વેદની સુરક્ષા એક વર્ણ વિશેષ દ્વારા થઈ છે, જેને સ્વાર્થ વેદની સુરક્ષામાં જ હતો. જેનશ્રતની રક્ષા તે પ્રકારે કઈ એક વર્ણને અધીન હતી નહીં કિન્તુ ચારેય વર્ણમાંથી જે કે મનુષ્ય જે જેને શ્રમણ બની જાય છે તો તે જ જેનશ્રતને અધિકારી બની જાય છે. વેદનો અધિકારી બ્રાહ્મણ અધિકાર પામીને તેથી મુક્ત થઈ શકતો નથી. અર્થાત તેને માટે જીવનની પ્રથમાવસ્થામાં નિયમિત: વેદાધ્યયન કરવું તે અનિવાર્ય હતું, અન્યથા બ્રાહ્મણ સમાજમાં તેનું કોઈ સ્થાન હતું નહીં. આથી વિપરીત જેનશ્રમણને જનકૃતનો અધિકાર તો મળી જાય છે પણ અનેક કારણે તે, તે અધિકારનો ઉપભોગ કરી શકતો નથી. બ્રાહ્મણ માટે વેદાધ્યયન સર્વસ્વ હતું. કિન્તુ જેનશ્રમણ માટે આચાર–સદાચાર જ સર્વસ્વ છે. અત: કઈ મંદબુદ્ધિ શિષ્ય સંપૂર્ણ શ્રતનો પાઠ ન કરી શકે તે પણ તેને મેક્ષમાં કશી બાધા નથી અને અહિક જીવન પણ સદાચારને બળે વીતી જાય છે. જેને સૂત્રને દૈનિક ક્રિયામાં વિશેષ ઉપયોગ પણ નથી. એક સામાયિક પદ માત્રથી પણ મોક્ષ માર્ગ જ્યાં સુલભ હોય ત્યાં વિરલા જ સંપૂર્ણ શ્રતધર બનવા પ્રયત્ન કરે તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. અધિકાંશ વેદિક સૂક્તોનો ઉપયોગ નાના પ્રકારના ક્રિયાકાંડમાં થાય છે. જ્યારે માત્ર થોડાં જ જૈનસૂત્રોનો ઉપયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org