________________
મહાવીરથી બહુ દૂર નથી. ઈ. પૂ. તીજી શતીથી મે એને સમય માનવાને કઈ કારણ નથી. આચારાંગના પ્રથમ તસ્કંધમાં જૈન દર્શન
જૈન દર્શનની સ્થિતિ આ બંનેમાં કેવી છે તે જે જાણીએ તો જૈન દર્શનનું પ્રાચીનતમરૂપ આપણી સમક્ષ આવે તેમ કહી શકાય.
તત્વાર્થસૂત્ર જે આચાર્ય ઉમાસ્વાતિએ ઈ. સ. એથી–પાંચમી આસપાસ લખ્યું તેમાં જૈન દર્શનની તે કાળ સુધીની વિકસિત વિચારણું સુનિશ્ચિત રૂપે આપવામાં આવી છે એટલે તે કાળની વિચારણામાં આવતા પ્રમાણ-પ્રમેયે વિષે આચારાંગમાં શે નિર્દેશ મળે છે તે જોવું પ્રાપ્ત થાય છે.
પ્રમેયની વિચારણમાં આચારાંગમાં વહૂછવનિકાયની પ્રરૂપણું મુખ્ય ભાગ ભજવે છે. જ્યારે તત્ત્વાર્થમાં પંચાસ્તિકાય કે દ્રવ્ય વિચારણું સ્પષ્ટ છે. આથી કહી શકાય કે તે કાળે પદ્ધ વિષે કઈ વિશેષ વિચારણું થઈ હોય એમ લાગતું નથી. ષડૂદ્રવ્યની સ્પષ્ટ વિચારણે જૈન દર્શનમાં કાળક્રમે આવી હશે એમ કહી શકાય.
જગત અથવા લેક જીવોથી વ્યાપ્ત છે. એ માન્યતા સ્પષ્ટ છે પરંતુ અજીવ કે પુગલને ઉલેખ નથી. એને અર્થ એ તે નથી જ કે આચારાંગને બધું છવરૂપ જ માન્ય છે, કારણ કે કમરજની વાત તેમાં સ્પષ્ટ છે અને તેથી જીવને બંધ થાય છે. અને કર્મથી મુક્ત થવાને અને મેક્ષ પામવાને ઉપદેશ તો તેમાં છે જ. વળી ‘ચિત્તમંત અને “અચિત્તને ઉલ્લેખ છે જ, જે જીવઅછવની સૂચના આપે જ છે; (૧-૫-૨-૪) જીવ અથવા આત્માને પુનર્જન્મ છે અને તેનું નિવારણ કરવું જરૂરી છે એ વાતને નિર્દેશ સ્પષ્ટ છે. વળી આસવને ઉલ્લેખ છે, પણ સંવર શબ્દને પ્રયોગ મળતો નથી. જો કે નિર્જરા તે છે. આથી સ્પષ્ટ થાય છે. કે જૈન દર્શનના પ્રમેયોની વિચારણું સાત કે નવ તત્વ તરફ પ્રગતિ કરી રહી હતી. હજી પદ્ધવ્ય કે પંચાસ્તિકાયની ભૂમિકા રચાઈ નથી. વળી એ પણ સ્પષ્ટ છે કે એમાં જગતના કર્તા તરીકે ઈશ્વરને પણ સ્થાન નથી પણ જીવના સુખદુઃખને આધાર તેના કમ ઉપર જ છે એ ભૂમિકા સ્પષ્ટ થઈ છે.
પ્રમાણને વિચાર કરીએ તે ઉમાસ્વાતિમાં પાંચ જ્ઞાન અને તેની પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે પ્રમાણમાં વહેચણું સ્પષ્ટ છે. તે આચારાંગમાં આ વિષે કે વિચાર છે તે જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org